નલીયા મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન યોજાયો

આઈ.બી.ના રિપોર્ટ અનુસાર લવ જેહાદના સૌથી વધુ કિસ્સા કચ્છમાં બહાર આવતા હોવાની વાત ચિંતાજનક : ભાવેશ માવાણી 

 

ભાજપે કાર્યક્રમથી અળગા રહી અંતર જાળવ્યું

નલીયા : નલીયા ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમમાં નલીયાના વિવીધ સમાજાના અગ્રણીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ભગવા પક્ષ ભાજપના કોઈ પણ કાર્યકર કે ચુંટાયેલા પ્રતિનિધી કે સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા.ભાજપ આ કાર્યક્રમથી અંતર જાળવી શું સંદેશો આપવા માંગે છે તેની ચર્ચા કાર્યક્રમમાં ઉઠવા પામી હતી.અબડાસામાં લઘુમતી મતદારો વધુ હોઈ ચુંટણી સમયે કોઈ નુકશાની ન થાય તેવી ગણતરી હોવાની ચર્ચા ઉપÂસ્થત નાગરીકોમાં ઉઠવા પામી હતી.

નલીયા : વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નલીયા મધ્યે નુતન વર્ષ સ્નેહ મિલન યોજવામાં આવેલ હતો. નલીયાની લોહાણા મહાજનવાડી ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નુતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રસંગે પ્રમુખ વક્તા તરીકે ઉપસ્થિત રહેલા વી.એચ.પી. ધર્મ પ્રચાર-પ્રસાર સમિતિના રાષ્ટ્રીય જવાબદારી નિભાવતા શ્રી ભાવેશ માવાણીએ જણાવ્યું હતું કે સરહદી કચ્છમાં આઈ.બી.ના રિપોર્ટ અનુસાર સૌથી વધુ લવ જેહાદના કિસ્સા બહાર આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.તેમણે ભાજપ-કોંગ્રેસ સાથે તેમને કોઈ નિસબત નથી પણ હિંદુઓના રક્ષાની ખાતરી આપનાર પક્ષને સત્તા પર બેસાડશું તેવો હુંકાર કર્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના શ્રી શશીકાંત પટેલ દ્વારા ખાવડા વિસ્તારમાં હિંદુ વસતી માત્ર દસ ટકા બચી હોવાનું જણાવી વીએચપી દ્વારા ત્યાં થઈ રહેલા કાર્યોની માહીતી આપી હતી. માંડવી તાલુકા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ હિંદુ સમાનજી એકતા પર ભાર મુક્યો હતો.કાર્યક્રમનું સંચાલન ડો.કુષ્ણકાંત પંડયાએ અને આભારવિધી પશ્ચિમ કચ્છ વી.એચ.પી.ના પ્રમુખ ચેતનભાઈ રાવલે કરી હતી. આ પ્રસંગે આશારીયાભાઈ ભાનુશાલી, ખેતશીભાઈ માસ્તર, જેન્તીલાલ દરજી, પરેશસિંહ જુવાનસિંહ જાડેજા, નલીયાના માજી સરપંચ સતીષ ઠક્કર સહિતના હિંદુ સમાજાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આયોજન અબડાસા તાલુકા પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને નલીયા વી.એચ.પી.ના પ્રમુખ બંદીશ કતીરાએ સંભાળ્યું હતું.