નલીયા મધ્યે અબડાસાની નર્મદા રથયાત્રાને કરવાયું પ્રસ્થાન

નલીયા : આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ નર્મદા રથયાત્રા અંતર્ગત અબડાસામાં યોજાયેલ રથયાત્રાને નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થતિમાં પ્રસ્થાન કરાવાયું હતું.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયાના ડેમને ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રને લોકાર્પતિ કરવામાં આવનાર છે તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ નર્મદા રથયાત્રાને અબડાસામાં નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું જે પ દિવસ સુધી અબડાસાના વિવિધ વિસ્તારોમાં વિચરણ કરશે.કાર્યક્રમની શરૂઆતમાં પ્રસંગ પરિચય અબડાસા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેશોજીભાઈ સોઢાએ આપ્યા બાદ શાબ્દીક સ્વાગત કરતા નલીયા મામલતદારશ્રી પુજારાએ અનેક સરકારો આવી અને ગઈ પરંતુ નર્મદા અંગેની નક્કર કામગીરી હવે થઈ છે અને નર્મદા મૈયાના પાણી મળ્યા બાદ ગુજરાતની શિકલ બદલાઈ ગઈ છે તે સહિત યોજનાની માહીતી આપી સૌ નાગરીકોને આ પાવન યાત્રામાં સહભાગી બનાવ અપીલ કરી હતી.
અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા તથા અગ્રણીઓના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.નર્મદા મૈયાની આરતીની શરૂઆત દલિત સમાજના અગ્રણી વેલજી ડાડાને હસ્તે આરતી થયા બાદ અગ્રણીઓએ આરતી ઉતારી હતી. રથયાત્રાને મામલતદારશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.પ્રસ્થાન સમયે બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ ઉંમરશીભાઈ ભાનુશાલી, મહામંત્રી હિંમતસિંહ જાડેજા (મુન્નાભાઈ), ખરીદ વેંચાણ સંઘ પ્રમુખ હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્યો જયદીપસિંહ જાડેજા, મામદ સંગાર, અરજણભાઈ ભાનુશાલી, પરેશસિંહ બનુભા જાડેજા, જુસબ (મીઠુ)ભાઈ ભુકેરા, પ્રકાશ ભારાણી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી ધ્રાંગુ, તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ, એટીડોઓશ્રી પંડયા, નલીયા એસ.ટી.ડેપો મેનેજર રામ ગઢવી, નલીયા પી.એસ.આઈ.શ્રી ડી.એમ.ઝાલા, પ્રાંત કચેરીના શિરસ્તેદારશ્રી નિનામાભાઈ, મહિલા અગ્રણી પુષ્પાબેન દરજી, નલીયા સરપંચ, તલાટી સહિતના ઉપસ્થીત રહ્યા હતા. યાત્રા નલીયાથી પ્રસ્થાન થયા બાદ રામપર-અબડા, બુટ્ટા થઈ રાત્રિ રોકાણ વાયોર ખાતે કરશે.કુલ્લ પ દિવસ દરમ્યાન અબડાસાના વિવિધ વિસ્તારોમાં યાત્રા વિચરણ કરશે તે દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.આયોજન માટે મામલતદારશ્રી પુજારાના માર્ગદર્શનમાં નાયબ મામલતદારશ્રી પીરદાનસિંહ સોઢા તથા વહીવટીતંત્રના અધિકારી – કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.