નલીયા-છાડુરાના ખખડધજ માર્ગના લીધે વાહન ચાલકો પરેશાન

નલીયા : નલીયાથી છાડુરા તરફના અંદાજે ૪-પ કીમીનો રોડ છેલ્લા ચારેક વરસથી અનેક રજુઆતો છતા રીપેરીંગ થતો ન હોઈ ખખડધજ માર્ગના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.નલીયાના છાડુરા નાકાથી છાડુરા ગામ તકફ જતો રસ્તો છેલ્લા ચારેક વરસથી ખખડધજ બની જતા રસ્તામાં અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે.બિસ્માર માર્ગના લીધે વાયોર તરફના આ શોર્ટકર્ટ માર્ગના બદલેે વાહન ચાલકોને ૧૦ કીમી જેટલો ફેરો ખાવો પડતો હોલ આર્થિક નુકશાની પણ ભોગવવી પડે છે. આ માર્ગ પર અનેક ધાર્મિક સ્થાનો અને નલીયાનું સાર્વજનિક સ્મશાનગૃહ પણ આવેલ છે જેથી અંતિમવિધી માટે જતા લોકોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે.જીલ્લા પંચાયત સભ્ય હાજી તકીશા બાવાએ આ માર્ગનું તાત્કાલિક રીપેરીંગ થાય તેવી માંગ કરી છે.