નલીયાના સોસાયટી વિસ્તારના સીસી રોડના કામોમાં વહાલા-દવલાની નીતીથી નાગરીકોમાં રોષ

નલીયા : નલીયાના સોસાયટી વિસ્તારના સીસી રોડના કામોમાં વહાલા-દવલાની નીતીથી નાગરીકોમાં રોષન લાગણી વ્યાપી જવા પામી છે. હાલ નલીયાના સોસાયટી વિસ્તારોમાં વિવિધ જગ્યાઓએ સીસી રોડના કામો ચાલી રહ્યા છે જેમાં જુની માંગણીવાળા અને ચોમાસામાં પાણી ભરાય છે તેવા વિસ્તારોની અવગણના કરી જ્યાં હયતા રસ્તાઓ છે ત્યાં બીજી વખત રસ્તાઓ બની રહ્યા છે અને તકલીફવાળા વિસ્તારોની બાદબાકી કરી દેવાની વહાલા-દવલાની નીતીથી સોસાયટી વિસ્તારના નાગરીકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સોસાયટીના એકતા નગર, વાલરામ નગર, દામા એર્પાર્ટમેન્ટ તરફના વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાના લીધે મીની તળાવમાં આ વિસ્તારો ફેરવાઈ જાય છે.જે અંગે થોડા સમય પહેલા મળેલી ગ્રામસભામાં લેખીત રજુઆત કરાઈ હતી.છતા તે વિસ્તાર પ્રત્યે કિન્નાખોરી રાખી અન્ય જગ્યાઓએ રસ્તાના કામો થતા હોઈ વહાલા-દવલાની નીતી સામે રોષ ફેલાયો છે.