નલિયા ૧૧.૧ ડિગ્રી : ફરી રાજ્યમાં મોખરાના સ્થાને

લઘુત્તમ તાપમાનનો પારો ર.૭ ડિગ્રી ગગડ્યો ઃ બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરી પકડ જમાવી

ભુજ ઃ પવનની ઝડપમાં આવેલ ઘટાડાના લીધે કચ્છ જિલ્લામાં પાછલા બે દિવસ દરમ્યાન ઠંડીની પકડ ઢીલી બની હતી જેના લીધે ફરી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. જાકે ફરી ઠંડીએ પકડ જમાવતા જિલ્લાભરમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો છે. નલિયા મધ્યે આજે લઘુત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાતા ફરી રાજ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થયેલ બરફ વર્ષાના લીધે તેની સીધી અસર છેવાડાના કચ્છ જિલ્લામાં પણ જાવા મળી હતી. પવનની પાંખો પર સવાર થઈ આવી પહોંચેલ બર્ફીલા વાયરાના પગલે જિલ્લાભરમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકયો હતો. તો કચ્છના કાશ્મીર એવા નલિયામાં તો સતત ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો સીંગલ ડિઝીટમાં રહ્યો હતો. પરંતુ પાછલા બે દિવસથી પવનની ઝડપ ઘટવાના લીધે તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું જાર પણ ઘટ્યું હતું જેના લીધે નલિયાએ રાજ્યના ઠંડા મથક તરીકેનું
સ્થાન પણ ગુમાવ્યું હતું. જાકે ફરી ગઈકાલ રાત્રીથી ઠંડીએ પકડ જમાવતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ૧૧.૧ ડિગ્રીએ Âસ્થર થયો હતો જેના લીધે રાજ્યના સૌથી ઠંડા મથક તરીકેનું સ્થાન પણ ફરી પ્રાપ્ત કર્યું હતું. તો કંડલા એરપોર્ટ મધ્યે ૧૩.ર ડિગ્રી તાપમાન નોંધાતા જિલ્લાનું બીજા નંબરનું ઠંડુ મથક બન્યું હતું. જ્યારે જિલ્લા મથક ભુજ મધ્યે ૧૪ ડિગ્રી તો ન્યુ કંડલા મધ્યે ૧પ.૧ ડિગ્રી તાપમાન નોંધાયો હતો.