નલિયા બળાત્કાર કેસના નાસતા ફરતા આરોપીને ભાવનગર આરઆર સેલે ઝડપ્યો

ભુજ : ગુજરાત રાજ્યના ડીજીપીની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે જે સબબ ભાવનગર પોલીસ મહાનિરિક્ષકની સૂચનાથી આરઆર સેલ ભાવનગરની ટીમે નલિયામાં થયેલા બળાત્કાર કેસના આરોપીને ઝડપી પાડ્યો હતો. નલિયા પોલીસ મથકે ફ.ગુ.ર.નં ૩પ/ર૦૧૭થી નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી સતીષ ઘનશ્યામ વાજાને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર આરઆર સેલને મળેલી બાતમીને આધારે વોન્ટેડ આરોપીને ગંગાજળીયા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીએ નલિયા તાલુકાના ખાનાયમાં બળાત્કાર ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ભાવનગર આરઆર સેલની ટીમે આરોપીને દબોચીને આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ મથકને સોંપ્યો છે. જ્યાંથી આરોપીનો કબજા નલિયા પોલીસનજે સોંપવામાં આવશે.