નલિયામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી બંધ થતાં ધરતીપુત્રોને આર્થિક નુકશાની

સત્વરે ખરીદી ચાલુ થાય તેવી માંગ

નલિયા : અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયા મધ્યે ઘઉં ખરીદ કેન્દ્ર બંધ કરવામાં આવતા ધરતીપુત્રોને ભારે હાલાકી સાથે આર્થિક નુકશાની વેઠવી રહી છે. તાત્કાલિક ધોરણ ઘઉંની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. નલિયા મધ્યે પુરવઠા વિભાગના ગોદામ ખાતે ઘઉંની ખરીદી બંધ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખરીદ – વેચાણ સંઘના અમુક અધિકારીઓ તથા કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ઘઉં ખરીદી બંધ કરાઈ હતી. ઉપરાંત ધરતીપુત્રોના ઘઉં હજુ ખેતરોમાં જ પડયા છે તેવામાં ટેકાના ભાવે ખરીદી બંધ થતાં ખેડૂતોને ઘઉં બગડવાનો ભય સતત સતાવે છે જેથી તેમને આર્થિક નુકશાની વેઠવી પડશે ત્યારે તાત્કાલીક ઘઉં ખરીદી શરૂ કરવામાં આવે તેવું ખેડૂતોની માંગ છે.