નલિયામાં જુગાર રમતી ત્રિપુટી પકડાઈ : છ ખેલીઓ ભાગી છુટ્યા

નલિયા : અબડાસા તાલુકાના નલિયા શહેરમાં સંઘ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે રેઈડ દરમ્યાન છ આરોપી ભાગી છુટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના ૧ઃપપ કલાકે તીનપત્તીનો જુગાર રમતા મુકેશ હરેશ દરજી, કાસમ ઈસા ભટ્ટી, સાલેમામદ અલીકુભાર (રહે.ત્રણેય નલિયા)ને પોલીસે છાપો મારી રોકડા રૂ. ૩૭૩૦ તથા ૩૦૦૦ની કિંમતના ૩ મોબાઈલ મળી ૬૭૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે ઈસ્માઈલ ઉર્ફે અપલ નોડે, દેવજી બકાલી, ભચુ હુશેન કુભાર, રઝાક પિંજારા, સલીમ તુરીયા, અલ્તાફ ઉર્ફે અલ્તુ મેમણ (રહે. બધા નલિયા) ભાગી છુટ્યા હતા. તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ભાગી છુટેલાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ દાઉદભાઈ બ્રેરએ જણાવ્યું હતું.