નલિયાના દબાણ ગામની સીમમાંથી ૩.૬૦ લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો

નલિયા પોલીસ દફતરે આરોપી સામે નોંધાયો ગુન્હો

નલિયા : નલિયા થી છત્રીસ કિલોમીટરના અંતરે આવેલ દબાણ ગામની સીમમાં નદી પાસે ગઈકાલે જિલ્લાની ગુન્હા શોધક શાખાના સ્ટાફે દરોડો પાડી આરોપીના કબજાનો અંગ્રેજી દારૂ કિંમત રૂપિયા ૩,પ૯,૮૦૦ નો મુદામાલ ઝડપી લઈ નલિયા પોલીસ દફતરે ગુન્હો નોંધ્યો હતો.
જિલ્લાના કાર્યકારી અધિક્ષક જે.કે. જયસ્વાલના માર્ગદર્શન તળે અને ઈન્સ્પેકટર જે.એન. પંચાલની રાહબરીમાં ગુન્હાશોધક શાખાના સ્ટાફે ગઈકાલ તા. ર૭/૧/૧૮ ના ૧પઃ૪પ ના ગાળા દરમ્યાન નલિયા તાલુકાના દબાણ ગામની સીમમાં નદીના પટમાં સંતાડેલો આરોપી રાસુભા સોઢા (રહે. ખાનાય) વાળાના કબજાના ૧૦ર૮ અંગ્રેજી દારૂની બાટલીઓ ઝડપી પાડી હતી. જયારે બનાવ સ્થળે આરોપી હાજર ન હોઈ હાથમાં આવ્યો ન હતો. આરોપી સામે નલિયા પો. દફતરે પ્રોહીબીશન ની લમો તળે ગુનો નોંધી આગળની તપાસ નલિયા પોલીસે આારોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.. આરોપી હાથમાં આવેથી માલિકોની પાસેથી મંગાવવામાં આવેલ તેમજ અન્ય કોણ આરોપી સામેલ છે વગેરે ના ખુલાસા થશે.