નલિયાકાંડની ફરી ઈન કેમેરા સુનાવણીનો પ્રારંભ

ભુજ : ચકચારી નલિયાકાંડ પ્રકરણની ફરી આજે ભુજમાં અધિક સેશન્સ જજની કોર્ટમાં ઈન કેમેરા સુનવણીનો પ્રારંભ થયો હતો.
રાજકારણીઓ તેમજ મોટા માથાઓને સંડોવતા અને રાજ્યભરમાં બહુ ગાજેલા નલિયા સામૂહિક બળાત્કાર કેસમાં અંતે ભુજના અધિક સેશન્સ જજની કોર્ટમાં ગત માસથી સુનાવણીનો પ્રારંભ કરાયો છે ત્યારે ગત વખતે અધુરી રહી ગયેલી સુનવણી પ્રક્રિયા માટે સેશન્સ જજ દ્વારા ૭ મે ની તારીખ મુકરર કરાઈ હતી ત્યારે આજ સવારથી ફરી કોર્ટમાં ઈન કેમેરા સુનવણીનો પ્રારંભ કરાયો હતો. પિડિતા – આરોપીઓ ઉપરાંત સરકારી અને બચાવ પક્ષના વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી સુનવણી ચાલુ હોઈ કેસમાં કેવા નવા ઉતાર ચડાવ આવશે તે તો સુનાવણી પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.