નર્સિંગ સ્ટાફે કાળા વસ્ત્રો ધારણ કરીને વિરોધ નોંધાવ્યો

ભુજ : કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી એક પણ રજા લીધા વગર નર્સિંગ સ્ટાફ જીવના જોખમે લોકોના જીવ બચાવવા કામગીરી કરી રહ્યો છે. જો કે સરકારે નર્સિંગ સ્ટાફે કરેલી સેવાની કદર કરી નથી. વર્ષો જુની નર્સિંગ સ્ટાફની માંગણીઓ સરકારે ન સ્વીકારતા વિવિધ યુનિયનો દ્વારા સરકાર સામે બાયો ચડાવાઈ છે, જેના ભાગરૂપે કચ્છ સહિત ગુજરાત ભરમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે નર્સિંગ સ્ટાફે કાળા વસ્ત્રો ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જો કોઈ ઉકેલ નહીં આવે તો ૧૮મીએ માસ સીએલ પણ કરવામાં આવશે. રાજ્યમાં નર્સિંગ સ્ટાફના જુદા જુદા યુનિયનો છે, જેઓ એક સંપ થઈને યુનાઈટેડ નર્સિસ ફોરમના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે.