નર્મદા યાત્રાનું માંડવીમાં કરાયું ભવ્ય સ્વાગત

ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ સ્વાગત સાથે સાયકલ રેલીને આપ્યું સ્ટાર્ટ  : સ્વામિનારાયણના સંતો દ્વારા થયું પૂજન

માંડવી : રાજ્યભરમાં નર્મદા મહોત્સવ રથ ફરી રહ્યો છે. તે અનુસંધાને માંડવી શહેર મધ્યે નર્મદા રથ પધારેલ. માંડવી શહેર ભાજપ સંગઠન દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજેલ. માંડવી શહેરના તમામ વોર્ડોને આવરી લેતી આ યાત્રાની વિશેષતાએ રહી કે બાઈક રેલીને બદલે સાઈકલ રેલીથી ધારાસભ્ય તારાચંદભાઈએ પ્રસ્થાન કરાવેલ. સ્વામિનારાયણ મંદિરના સંતો તથા સાંખ્યયોગી બહેનો દ્વારા સ્વાગત આરતી ઉતારી સોનાવારા નાકે લઘુમતી સમાજે આરતી, પુષ્પથી સ્વાગત કરાયેલ. જયારે અનંતદ્વાર પાસે બીચ પરના તમામ ધંધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહીને આરતી પૂજનનો લાભ લીધેલ. કાંઠા પર મચરચન્ટ એસો. અન્ય વેપારી સંગઠન, એપીએમસીના હોદ્દેદારોએ નાત જાતના ભેદભાવ ભૂલીને નર્મદે સર્વદેના નારા સાથે ઉમંગ ભેર આરતી પૂજનમાં પોતાની હિસ્સેદારી નોંધાવેલ. સમગ્ર આયોજન માટે કચ્છ ભાજપે શહેરના ઈન્ચાર્જ તરીકે રાજુ કાનાણીને જવાબદારી સોંપેલ હતી. આ યાત્રા દરમ્યાન માંડવી શહેર ભાજપના તમામ હોદ્દેદારો, તમામ નગરસેવકો મહિલા મંડળ તેમજ ભાજપના વિવિધ મંડળો, મોરચા અને યુવા ભાજપના તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા છે. માંડવી મધ્યે નર્મદા યાત્રા પહોંચી ત્યારે માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, માંડવી નગરપાલિકા પ્રમુખ સુજાતાબેન ભાયાણી, માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ નરેનભાઈ સોની, માંડવી શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ કાનાણી, વિજયભાઈ ચૌહાણ, માંડવી યુવા ભાજપ શહેરના પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી વિગેરે સાયકલ રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. પ્રાંત અધિકારી શ્રી વસ્તાની, મામલતદાર શ્રી ડાભી, નગરપાલિકાના અધિકારી કાનજીભાઈ વિગેરે અધિકારીઓ તથા નગરપાલિકાના કાઉન્સીલરો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.