નર્મદા મૈયાનું અવતરણ કચ્છની સમૃદ્ધિના નવા દ્વારા ખોલશે : શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મુન્દ્રામાં ગજવી સભા : યુપીની ભવ્ય જીતનું ગુજરાતમાં પુનરાવર્તન થવાનો આશાવાદ કર્યો વ્યક્ત : કોંગ્રેસ પર વરસાવ્યા ચાબખા

કચ્છનું રણ વૈશ્વિક સ્તરે પ્રવાસન ક્ષેત્રનું હબ બન્યાની ખુશી કરી વ્યક્ત : માંડવી-મુન્દ્રાના વિકાસનો શ્રેય આપ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને : વિરેન્દ્રસિંહ જાડેજાને બહોળી લીડ સાથે વિજયી બનાવવા કરી અપીલ

 

મુન્દ્રા : કચ્છના પેરિસ એવા મુન્દ્રા મધ્યે આવેલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિશાળ જાહેરસભામાં રામ-રામ મુજા ભા-ભેણે કે કચ્છીમમાં સંબોધનથી રૂઆત કરી જણાવ્યું હતું કે, આ નર્મદા મૈયાના અવતરણથી કચ્છની સમૃદ્ધિના નવા દ્વાર ખૂલશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરવાજે ટકોરા દઈ રહી હોઈ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને પ્રચાર ઝુંબેશમાં ઉતારાયા છે ત્યારે માંડવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર માટે આવેલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુન્દ્રામાં વિશાળ જાહેરસભા સંબોધતા જણાવેલ કે, ભાજપ સરકારની વિકાસ નીતિના લીધે વૈશ્વિક ફલક પર કચ્છનો ડંકો વાગી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની પ્રબળ ઈચ્છાશક્તિના લીધે કચ્છની ધરતી પર નર્મદાના નીર પહોંચી આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં કચ્છનો વિકાસ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયક બની રહેશે. કોંગ્રેસ સરકારે પોતાના શાસન દરમ્યાન નર્મદાનું કામ અટકાવી દીધું હતું, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજનાને સાકાર કરી બતાવી.રાહુલ ગાંધીને આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે, રાહુલ બાબાને વિકાસ એટલે શું તેની ખબર નથી ને નવસર્જનની વાતો કરે છે. દાયકાઓથી અમેઠીમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં ભાજપનો હાલે ત્યાં ભવ્ય વિજય થયો છે ત્યારે ગુજરાત તો ભાજપનો ગઢ છે. અહીંની પ્રજા કોંગ્રેસને જડમૂળથી ઉખેડી ફેંકશે. કોંગ્રેસે ક્યારેય વિકાસની રાજનીતિ કરી જ નથી. કોંગ્રેસને ભ્રષ્ટાચાર જ જાઈએ છીએ, પરંતુ કચ્છ-ગુજરાતની પ્રજા વિકાસની સાથે હોઈ કોંગ્રેસની સત્તા હાંસિલ કરવાની વાત સ્વપ્ન જ બની રહેશે.
નોટબંધી – જીએસટી જેવા આકરા નિર્ણયો લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ હિતનું કામ કર્યું છે જેને દેશની પ્રજાએ પણ આવકાર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા તેમણે જણાવ્યું કે, સરદાર પટેલે હૈદરાબાદ, જૂનાગઢ, ભોપાલને પાકિસ્તાનમાં જતા રોક્યા હતા ત્યારે જા કાશ્મીરની જવાબદારી પણ સરદાર પટેલને સોંપાઈ હોત તો આજે Âસ્થતિ જુદી જ હોત. વધુમાં તેમણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની નીતિ શરૂ કરી હતી તે વર્તમાને પણ વણથંભી આગળ ધપી રહી છે. રાજ્યમાં પાણી, વીજળી, રસ્તાનું કામ આવકારદાયક છે. ભાજપના શાસનમાં માંડવી – મુન્દ્રાનો અકલ્પનિય વિકાસ થયો છે ત્યારે આગામી ચૂંટણીમાં વિરેન્દ્રસિંહ જાડેજાને માંડવી બેઠક પરથી વિજયી બનાવા પણ તેમણે લોકોને અપીલ કરી હતી.
સભાના પ્રારંભે શિવરાજસિંહ ચૌહાણનું માંડવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, માંડવી બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા તા.ભા. પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસર, બારોઈ સરપંચ જીવણજી જાડેજાએ કચ્છી પાઘ – તલવારથી સ્વાગત કર્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયાએ જણાવ્યું હતું કે, માંડવી બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે તેમજ રાજ્યમાં ૧૭૧થી વધુ બેઠકો પર કમળ ખીલી ઉઠશે. માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવેલ કે, ઉત્તરપ્રદેશથી પણ ભવ્ય જીત ગુજરાતમાં ભાજપની થશે. માંડવી – મુન્દ્રાની પ્રજા કોંગ્રેસને જડમૂળથી ઉખેડી ફેંકશે. સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના વિકાસને હરહંમેશ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આવનારા સમયમાં ભાજપના શાસનમાં કચ્છ વધુ ગતિએ પ્રગતિ કરશે. કોંગ્રેસ દ્વારા જુઠાણા ફેલાવી લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરાઈ રહી છે, પરંતુ મતદારો ભાજપની તરફેણમાં જેથી મતદાન કરી કોંગ્રેસીઓને જડબાતોડ જવાબ આપી દેશે.
આ સભામાં સ્વતંત્રદેવસિંહ, રણજીતસિંહ જાડેજા, છાયાબેન ગઢવી, ડાયાલાલ આહીર, ગિરીશ છેડા, કોમલ છેડા, સહદેવસિંહ જાડેજા, વિરમ ગઢવી, ખીમરાજ ગઢવી, શિવજી ઝાલા, રવાભાઈ આહીર, વિશ્રામ ગઢવી, કીર્તિ ગોર, જયેશ આહીર, અમુલ ચોથાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, નરેન્દ્ર પીઠડિયા, ગૌરાંગ ત્રિવેદી, પ્રકાશ ઠક્કર, ચાંદુભા જાડેજા, દિગુભા ઝાલા, જીગર છેડા, માંડણ રબારી, શક્તિસિંહ જાડેજા, ભૂપેન મહેતા, અશોક મહેશ્વરી,
ભાવનાબેન બારોટ, પ્રીતિબેન મહેશ્વરી, માલાબેન ગોર, પ્રધ્યુમનસિંહ જાડેજા, રવાભાઈ આહીર સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.