નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો

વડોદરાઃ ગુજરાતના સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી ૭૨૫૭ ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો નોંધાયો છે અને ૧૦ દિવસમાં ૧.૧૨ મીટરનો વધારો નોંધાયો હાલ ડેમની સપાટી ૧૦૬.૪૩ મીટર થઇ છે જેમાં વધારો થઇ રહ્યો છે, હાલ મધ્ય પ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ બે દિવસમાં પડ્‌યો જે વરસાદી પાણી મધ્યપ્રદેશ ના ડેમમાં આવતા હાલ ડેમ ના પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે . નર્મદા બંધની આઇબીટીપી ટનલ માંથી કેનલ માંથી ગુજરાત ને પીવા માટે હાલ પણ ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે સપાટી ૧૧૦ મીટર પર જતા આઇબીટીપી ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલ માં ૬૦૦૦ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જોકે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે હવે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.. ઇંંદીરા સાગર ડેમનું રૂલ લેવલ વધતા અને વરસાદ પહેલા ડેમ ખાલી કરવા માટે હાલ વિજ મથકો દ્વારા પાની છોડાઇ રહ્યું છે. ૧ જુલાઇ થી ૩૦ જુન વચ્ચે ઇન્દીરાસાગર ડેમમાં થી ૧૦ હજાર પાણી છોડવું એવો જળ વિવાદ પંચ નો ચુકાદો છે. જેને લઈને ૧૧ જુન ૨૦૧૮નાં રોજનું ઇંદીરાસાગર ડેમનું રૂલ લેવલ ૨૪૮.૭૭ મીટર છે અને હાલમા પાનીની સપાટી ૨.૪૯.૧૭ મીટર છે. જેથી પાણી છોડાઇ રહ્યું છે ત્યારે નર્મદા ડેમ પર આવતા પ્રવાસીઓ પણ ગાઈડ દ્વારા હાલ ડેમ ની સપાટી માં વધારો સાંભળતા ખુશ નજરે પડી રહ્યા છે આજે ડેમ પર છેલ્લા ૬ મહિનાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસું આવતા પ્રવાસીઓ પણ વધી રહ્યા છે જેને લઈ ડેમ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરદાર ડેમના ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે જેને કારણે પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.