નર્મદા કેનાલ બંધ થતા રાપરમાં પીવામાં પાણીનો કકળાટ

ગાંધીધામ : રાપર તાલુકાના ૯૭ ગામો, ર૧૭ આદિવાસી વાંઢો, ભચાઉ તાલુકાના ખડીર ગામ અને વાંઢો મળીને ૪પ જેટલા ગામો થઈને કુલ ર૬૦ થી વધુ ગામો અને વાંઢોના લોકોની ૩૭૦૦૦૦ વસ્તી અને અઢી લાખથી વધુ પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે રાપર તાલુકાના મોમાયમોરાના રણ વિસ્તારમાંથી પ્રવેશ કરી રહેલી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં છેલ્લા સાડાત્રણ મહિનાથી પાણી છોડવામાં ના આવતા આ કેનાલ કોરીકટ પડી છે. ૩૭ થી વધુ ગામોનાં વિસ્તારને આવરી લેતી આ કેનાલ દ્વારા વાગડનો વગડો નંદનવન બન્યો હતો. ત્યારે તાલુકાના છેક છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ થતી હતી પરંતુ છેલ્લા સાડાત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે મુખ્ય મથક રાપરને મીઠા પાણીના દર્શન દુર્ભાગ્યપૂર્ણ છે ખારા પાણીના લીધે તાલુકા ભરમાં રોગચાળો વકર્યો છ પાણી પુરવઠો તંત્ર દ્વારા બંધ પડેલા ત્રણ ટેન્કર રીપેર નથી કરવામાં આવતા તો હાલ જે ટેન્કર ચાલે છે તેમાં બોગસ ફેરા દર્શાવીને ડીઝલ કાંડ આચરવામાં આવી રહ્યું છે. દરરોજનું ત્રણ સો લીટર ડીઝલનો ગાપલો રહે છે તો હાલ થોડા દિવસથી સુવઈ ડેમમાંથી પાણી ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવે છે પરંતુ આ પાણી પણ ચંદ દિવસ ચાલે તેમ છે તો વન વગડામાં તળાવ નાલા ડેમમાં પાણીના હોવાથી વન્ય જીવો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
નર્મદા કેનાલમાં પાણી વહી રહ્યું હતું ત્યારે આ પ્રાણીઓની પ્યાસ બુઝાતી હતી તો હવે જાણે વાગડ અને કચ્છ પર કુદરત રૂઠી હોય તેમ વરસાદ પણ ખેંચાઈ ગયો છે કચ્છ સિવાય લગભગ વિસ્તારમાં બે થી વધુ ઈંચ વરસાદ પડ્યો છે ખેતી આધારિત રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં ખેડુતોએ ખેતરો ખેડી નાખ્યા છે.
ધરતીપુત્રો ગગન માં નજર નાખીને વાદળો જોઈને નિશાસો નાખી રહ્યાં છે તો ઘાસચારા અને પાણી વગર કફોડી સ્થિતિમાં એટલે હિજરત કરે તો નવાઈ નહી. જો આગામી દિવસોમાં વરસાદ નહી પડે તો રાપર તાલુકા સહિત વાગડ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. પાણી પ્રશ્ને એક પણ પક્ષના નેતાઓ તેમજ પદાધિકારીઓએ હરફ ઉચાર્યો નથી તે નવાઈ લાગે છે તો ધારાસભ્યની ચુકકીદી શંકા વ્યકત કરે છે. આગામી દિવસોમાં રાપર તાલુકામાં અને ખડીર સમુદાયનાં વિસ્તારમાં રહેતા લોકો અને પશુપાલન કરતા માલધારી અને ખેડુતોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.