નર્મદાના પાણી થકી કચ્છનો વિકાસ

અંજારઃ અંજાર તાલુકાના ઘેપર બોરીચી ગામે નર્મદા યાત્રાનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આદીપુર,મુન્દ્રા, સર્કલથી વિશાળ સંખ્યામાં યુવાનો આ યાત્રામાં જાડાઈ યાત્રાનું શાનદાર સ્વાગત કરેલ. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જાડાઈ નર્મદા કુંભનું કુમકુમ અને  વિધિથી પુજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ભરતભાઈ શાહ, શંભુભાઈ આહીર, મંજુબેન ભાનુશાલી, કંચનબેન વાઘેલા, કોકીલાબેન મોથાલીયા, પ્રભાતબા રાણા, મેઘપર બોરીચીના સરપંચ ભોજુભાઈ બોરીચા, ઉપ સરપંચ રાજભા ગઢવી, રતનાલના સરપંચ રણછોડભાઈ આહીર, કાનજીભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, વેલાભાઈ ઝરુ, જીગરદાન ગઢવી, આમદભાઈ કોર,પિયુષભાઈ પટેલ, દિપક ભાનુશાલી, ધનજીભાઈ ડાંગર, કૈલાશબેન ભટ્ટ, ગોવિંદભાઈ દાફડા, જયેશભાઈ ઠાકર, દક્ષાબેન મોદી, હર્ષાબેન ત્રિવેદી, દિક્ષિતાબેન બારોટ, સુમિત્રાબેન, ભાવનાબેન દવે, રામભા ગઢવી, વિરમભાઈ બોરીચા હાજર રહેલ. ભરતભાઈ શાહ દ્વારા નર્મદાના પાણી થકી કચ્છનો વિકાસ શકય બનેલ છે અને ખેડુતોનું આર્થિક જીવન-ધોરણ ઉંચુ આવેલ છે તેમજ સંસદીય સચિવ વાસણભાઈ આહીર દ્વારા થયેલા વિકાસ કામોની છણાવટ કરવામાં આવી હતી તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.