નરોડા પાટીયા કેસ : ૩ આરોપીઓને ૧૦ વર્ષની સજાનો હુકમ

અમદાવાદ : ગુજરાત રાજયના બહુચર્ચિત ગેાધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૈકીના એક એવા નરોડા પાટીયાકાંડમાં આજ રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વધુ ત્રણ જેટલા આરોપીઓને સજા ફરમાવતો આદેશ કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર નરોડા પાટીયા કાંડમાં મુકેશ ભરવડા, રાજકુમાર ચૌમલ અને પરમેન્દ્ર જાધવને ૧૦-૧૦ વર્ષની સજા ફરમાવતો આદેશ કરવામાં આવ્યો છે.