નરેન્દ્રભાઇ મોદી ત્રણ દેશોની યાત્રા પર જશે

નવીદિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી આવતા ત્રણ મહીનામાં ત્રણ દેશોની યાત્રા કરશે. ઓકટોબર તેઓ જાપાનની યાત્રા પર જશે જાપાન યાત્રા દ્વિપક્ષીય સંબંધોને મજબુતી આપવાના હેતુથી થશે. ત્યારબાદ તેઓ ૧૪-૧૫ નવેમ્બરે ઇસ્ટ એશિયા સમિટના માટે સિંગાપોર જશે.આ વર્ષની તેમની અંતિમ વિદેશ યાત્રા આજેટીનાની હશે. તે ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે જી-૨૦ સમિટ માટે આજેટીના જશે. સુત્રોએ કહ્યું કે વડાપ્રધાન આવતા ૬ મહીનાનો સંભવિત કાર્યક્રમ નકકી હોય છે. હાલમાં વડાપ્રધાને ડિસેમ્બરના શરૂઆતી સપ્તાહબાદ કોઇ પણ વિદેશયાત્રાનાં પ્લાન પર હજુ સુધી સંમતિ વ્યકત કરી નથી. માનવામા આવી રહ્યું છે કે, દેશમાં ચુંટણીની કવાયતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ડિસેમ્બર બાદથી કોઇપણ વિદેશયાત્રીનો કાર્યક્રમ મંજુર કરશે નહીં. આ દરમ્યાન જાન્યુઆરીમાં પ્રજાસતાક દિવસ સમારોહમાં અતિથિ તરીકે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ક્રંપ ભારતનું આમંત્રણ સ્વીકારશે તો ભારતીય કાર્યક્રમની રૂપરેખા પણ આ પ્રકારે તૈયાર કરવામાં આવી છે.