નરા-કુરબઈમાં દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા

ભુજ : લખપત તાલુકા નરા ગામે વાડી વિસ્તારમાં પોલીસે છાપો મારી પ૦ લીટર દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તો ભુજ તાલુકાના કુરબઈ ગામની સીમમાં છાપો મારી ર૧૦૦ની કિંમતનો દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નરા પીએસઆઈ વાય.પી. સોઢા તથા સ્ટાફે બાતમી આધારે નરા વાડી વિસ્તારમાં રહેતા સમશેરસિંઘ ઈન્દ્રસિંઘ રાયશીખ (ઉ.વ.૪૬)ની વાડીમાં છાપો મારી પ૦ લીટર તૈયાર દેશી દારૂ તથા ર૦૦ લીટર આથો મળી ૧૪૦૦નો મુદ્દામાલ પકડી પાડી આરોપીને સલાખો પાછળ ધકેલી દીધો હતો. બીજી તરફ કુરબઈ ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે છાપો મારી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૦પ૦ કિં.રૂા.ર૧૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ભઠ્ઠીનો સંચાલક હિરજી જુમા મહેશ્વરી (રહે. કુરબઈ) નાસી જતા તેના સામે માનકુવા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલાનું પીએસઓ અબ્દુલ્લભાઈ મુનશીએ જણાવ્યું હતું.