નથ્થરકુઈ ભાજપની શક્તિ કેન્દ્રની બેઠક મળી

નખત્રાણા : નથ્થરકુઈ ગામે કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી બિપિનભાઈ દવેની ઉપસ્થિતિમાં આણંદસર શક્તિ કેન્દ્રની બેઠક મળી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મતોથી વિજય અપાવવા સમગ્ર બુથ વાઈઝ કાર્યકરોની ટીમ કામે લાગી જાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એપીએમસીના પૂર્વ ચેરમેન કાનજીભાઈ હરિરામ કાપડી પુરક માહિતી આપી હતી. શક્તિ કેન્દ્રના પ્રમુખ શાંતિલાલ ભાવાણી રૂપરેખા આપી હતી. જિ.ભા.ના મંત્રી હિતેશભાઈ ખંડોલ, તા.ભા. પ્રમુખ ધનજીભાઈ ભવા, પ્રેમજીભાઈ ભાવાણી, સરપંચ આપર રામાભાઈ વીસાભાઈ, યુવક મંડળ પુ.ક.અ. સમાજ દાનાભાઈ નથુભાઈ આપર, આપર વેલાભાઈ જેઠાભાઈ, રબારી હિરાભાઈ તથા જયમલભાઈ, આપર રામાભાઈ, ગગુભાઈ, આપર જીવાભાઈ, હમીરભાઈ, વીરમભાઈ, સોનાભાઈ, તા.પં. સદસ્ય આઈસાબેન ઉમરભાઈ, વિરમ આહીર, મખણા સરપંચ શીવજીભાઈ, નોડે મુકીમભાઈ, કુવાથડાના જત ઈસા ઉમર, રબારી દેવશી માળા, કાપડી અરવિંદભાઈ, રબારી ભીખા પબા, પટેલ વિશ્રામભાઈ સહિત આસપાસના ગામોના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન દવે મહાનુભાવોનું શાનદાર સન્માન તમામ જ્ઞાતિ વતી થયું હતું. સંચાલન કાનજીભાઈ કાપડી કર્યું હતું. આભારવિધિ દાના નથુ આહીર કરી હતી.