નથ્થરકુઇ ખાતે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત અધ્યતન ભવનનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રીશ્રી

રાજ્યમાં સૌથી વધુ શાળાઓ કચ્છમાં મંજૂર ગત વર્ષે જ ૨૭ નવી શાળાઓ મંજૂર કરવામાં આવી છે.-રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર 

શહેરોમાં જોવા મળતી ખાનગી શાળા- કોલેજ જેવા અદ્યતન ભવન હવે ગામડાં સુધી પહોંચ્યા તે આપણું સદભાગ્ય છે – સાંસદશ્રી વિનોદ ચાવડા

૨.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન માધ્યમિક શાળા થકી કચ્છના ગ્રામિણ શિક્ષણની ગતિને મળ્યો વેગ

આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે ભુજ તાલુકાના નથ્થરકુઇ ખાતે  સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત અધ્યતન ભવનનું લોકાર્પણ કર્યું હતું. એક સમયે પછાત વિસ્તાર ગણાતું કચ્છ આજ કોઈ પણ ક્ષેત્રે પાછળ નથી રહ્યું. વિકાસની નવી નવી દિશાઓ ખુલી રહી છે. શિક્ષણ ક્ષેત્રે પણ કચ્છ આગવી ઉડાનો ભરી રહ્યું છે.નવી કોલેજીસ, નવા અભ્યાસક્રમો,નવી શાળાઓ વગેરે દિવસે દિવસે વધતા જાય છે જે અન્વયે આજે નથ્થરકુઇ ખાતે ૨.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન માધ્યમિક શાળાનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીજી એક વાત હંમેશા કરતા ગામડું સમૃદ્ધ બનશે તો દેશ સમૃદ્ધ બનશે બસ, ગાંધીજીની આ પરિકલ્પના સાકાર કરવા સરકાર પ્રતનશીલ છે. ગામડું અને ગામના લોકો જે સુવિધાઓની ખેવના રાખે છે રાજ્ય સરકાર તેને ફળીભૂત કરે છે.રાજ્યમાં સૌથી વધુ શાળાઓ કચ્છમાં મંજૂર થાય છે.ગત વર્ષે જ ૨૭ નવી શાળાઓ મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત ૯૫ ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને ૧૦૦ શાળાઓને સ્માર્ટ શાળા બનાવવામાં આવશે.જે અન્વયે ૯૨ લાખના ખર્ચે ભુજની ઐતિહાસિક મહત્વ ધરાવતી ઓલ્ફ્રેડ હાઈ્કૂલની આધુનિક સુવિધાઓ સાથે કાયાપલટ કરવામાં આવશે.વધુમાં તેમણે શિક્ષણની આ જ્યોત કાયમ રાખવા દરેક બાળકને ભણાવવાનો સંકલ્પ કરવા પણ ગ્રામજનોને જણાવ્યું હતું. આ તકે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે ગામડાઓની કાયાપલટ થઈ રહી છે. ગામડાંઓમાં માળખાગત સુવીધાઓ ઊભી થઈ રહી છે.શહેરોમાં જોવા મળતી ખાનગી શાળા- કોલેજ જેવા અદ્યતન ભવન હવે ગામડાં સુધી પહોંચ્યા છે તે આપણું સદભાગ્ય છે. આ પ્રંસગે ભુજ ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યએ ખુશીની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે,આજે છેવાડાના ગામડાંઓ સુધી શિક્ષણ સામેથી આવ્યું છે.ગામની દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પ્રાપ્ય બન્યું છે. આટલું સરસ ભવન અને સુવિધાઓ પ્રાપ્ત થઈ છે ત્યારે દીકરીઓને વધુને વધુ ભણાવવા માટે અપીલ કરી હતી. આ તકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ સહિત દરેક ક્ષેત્રે સારી કામગીરી કરી રહી છે.ભૂકંપ બાદ કચ્છનું સરકારે નવસર્જન કર્યુ છે.ઉપરાંત શાળામાં રોપેલા વૃક્ષોનું જતન કરવા અપીલ કરી,વૃક્ષોનું મહત્વ સમજાવી વધુ ને વધુ વૃક્ષારોપણ કરવા પણ ગ્રામજનોને જણાવ્યું હતું. મહંતશ્રી દિલીપદાદાએ પણ આ પ્રસંગે આશિર્વચન આપ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત મહનુભાવોનાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અને સ્વાગત પ્રવચન અગ્રણીશ્રી કાનજીભાઈ કાપડીએ કર્યું હતું જ્યારે આભારવિધી હાઈ્કૂલના આચાર્યશ્રી ભૂમિકાબેને કરી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વશ્રી અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, અગ્રણશ્રી કરશનસિંહ જાડેજા,વસ્તાભાઈ આહિર,હિતેશભાઈ,કાંતિભાઈ, પ્રેમજીભાઈ પટેલ,રબારી જગાભાઇ,આયર વેલાભાઇ,રબારી સોનાભાઇ,રબારી હિરાભાઇ લખાભાઇ, કરશન હિંગણ, ખાતુબેન નોડે, આહિર દાનાભાઇ,હમિરભાઇ આહિર,અરજણબાપા, શાંતિલાલ ભવાણી, સવજીભાઇ રબારી, વંકા રબારી, લખાભાઇ રબારી, કુંવરબેન મહેશ્વરી,ગુર્જરભાઈ, ગામના સરપંચશ્રી આહિર રામાભાઈ વિકાસભાઈ, ચેતનભાઈ કતિરા,ગુર્જરભાઇ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ,સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.એ.બારોટ,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પંચાલ,નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ડોડીયા,તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષ રાઠોડ, મામલતદારશ્રી વિવેક બારોટ તેમજ શાળાનો સ્ટાફ,બાળકો અને ગ્રામજનો કોરોના ગાઈડ લાઈન મુજબ ઉપસ્થિતિ રહ્યા હતા.