નડાપાના વીજચોરો પર કાર્યવાહી : પોલીસ ફરિયાદ દાખલ

  • અંતે પીજીવીસીએલ હરકતમાં

 સાણા વીજચોરોએ ૧ર થાંભલા- વીજરેષાઓ રાતોરાત કર્યા ગાયબ ઃ રોજ કામ કરી પદ્ધર પોલીસ મથકે નોંધાવાઈ છે એફઆઈઆર શ્રી પરમાર (ઈજનેર ભુજ વિભાગ)

(બ્યુરો દ્વારા)ભુજ ઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ના ભ્રષ્ટ બાબુઓની સાંઠગાંઠથી ભુજ તાલુકાના નડાપાની સીમમાં લાંબા સમયથી વીજચોરીની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પીજીવીસીએલને મસમોટો આર્થિક ધુબો મરાઈ રહ્યો હોવા છતાં ભ્રષ્ટ બાબુઓની છત્રછાયાને પગલે વીજચોરીની પ્રવૃત્તિ ધમધમી રહી હતી. જાે કે અંતે પીજીવીસએલના જવાબદારો હરકતમાં આવતા નડાપાના વીજચોરો પર કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. કચ્છ ઉદયમાં ગઈ કાલે આ વિસ્તારમાં વીજ ચોરીના અહેવાલો છપાયા હતા. આ વિસ્તારમાં આવી અનેક ફરિયાદો આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં વીજચોરીના દુષણને ડામવા માટે વર્ષોથી અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા હોવા છતાં સફળતા પ્રાપ્ત થઈ નથી. વીજચોરો બેફામ હોઈ પીજીવીસીએલને દર વર્ષે કરોડોનો ચૂનો ચોપડાઈ રહ્યો છે. વીજતંત્રના જ ભ્રષ્ટ અધિકારી – કર્મચારીઓના આશિર્વાદથી આ પ્રવૃત્તિ થઈ રહી હોઈ કોઈને ઉની આંચ પણ આવી રહી નથી. ભુજ તાલુકાના નડાપાની સીમમાં પણ એક કંપની દ્વારા ખૂલ્લેઆમ વીજચોરી કરવામાં આવી રહી હતી. ખુદ પીજીવીસીએલના ભ્રષ્ટ બાબુઓએ ૧ર થાંભલા ઉભા કરી વીજરેષાઓ ખેંચી કંપની સુધી વીજ પુરવઠો પહોંચાડ્યો હતો. આ ગેરકાયદે વીજ કનેકશન બાદલ દર મહિને સારો એવો આર્થિક લાભ પણ મેળવાતો હતો. નડાપા સીમમાં ચોરી ચોરી ચુપકે ચુપકે થઈ રહેલી વીજચોરીની પ્રવૃત્તિ અંગે જાગૃતોને જાણ થઈ જતાં વીજતંત્રને નાછૂટકે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

આ બાબતે પીજીવીસીએલ ભુજ ડિવિઝનના ઈજનેર પી.ડી. પરમારનો સંપર્ક સાધતા તેમણે નડાપા સીમમાં વીજચોરી થઈ રહી હોવાની વાત કબૂલી હતી. શ્રી પરમારે જણાવ્યું હતું કે, નડાપા સીમમાં ચાલી રહેલા બાંધકામમાં વીજચોરી થઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જવાબદારોએ સ્થળ પર જઈ વીડિયો શુટીંગ કર્યું હતું. જાે કે, બીજા દિવસે જયારે કાર્યવાહી માટે ગયા ત્યારે થાંભલા અને વીજરેષા ગાયબ થઈ ગયા હતા. રોજ કામ કરી પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હોઈ પોલીસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.