નખત્રાણા – વિરાણી માર્ગે જીપ હડફેટે બાઈક ચાલક ઘવાયો

નખત્રાણા : તાલુકાના વિરાણી માર્ગે જીપે બાઈકને હડફેટે લેતા ઘવાયેલા ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે રહેતા આશા ભીમા રબારી (ઉ.વ.૪પ) પોતાની મોટર સાયકલથી જતો હતો ત્યારે વિરાણી પાસે યુટીલીટી જીપના ચાલકે હડફેટે લઈ પાડી દેતા ફ્રેક્ચર સહિતન ઈજાઓ થતા પ્રથમ સારવાર નખત્રાણા અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાતા નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી હતી.