નખત્રાણા બસ સ્ટેન્ડ પાસેની ગટર સમસ્યા વિકરાળ

કોઈ દોષનો ટોપલો પહેરવા તૈયાર નથી ? : છેલ્લા પ દિવસથી બદબુ મારતી ગટર સમસ્યાથી રાહદારીઓ પરેશાન

નખત્રાણા : નખત્રાણાના ટેમ્પ સ્ટેન્ડ બસ સ્ટેશન પાસેની વહેતી ગટર સમસ્યાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં હજુ સુધી સમસ્યા ઉકેલાઈ નથી. ભયંકર બદબૂ મારતી આ સમસ્યાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ પરેશાન બન્યા છે, તેમજ વાહન ચાલકો પણ વાહનોથી પરેશાન બન્યા છે તેમજ વાહન ચાલકો પણ વાહનોથી ગંદુ પાણી ઉડાડતા હોવાથી રાહદારીઓની મુશ્કેલી વધી છે આ સમસ્યા વહેલી તકે ઉકેલવા તંત્ર કમર કસે છે કે કેમ આ ઉભરાતી ગટર કોઈની માલિકીની છે કે કેમ ? જો હોય તો મૂળ માલિક ઉપર દંડનીય પગલાં લેવાની લોક માંગ ઉઠી છે.