નખત્રાણા પંથકમાં રમ, રમીને રમીલાનો વકરતો પંજો

  • ભાજપના ગઢ ગણાતો બારડોલી

કંપનીમાં બારાતું લોકો આવતા શાંતિ પ્રિય તાલુકો વિકાસની સાથે વિનાશમાં પણ અગ્રેસર : દારૂ, જુગાર, વ્યભિચારનું દુષણને ડામવા પોલીસ ધાક બેસે તેવી કાર્યવાહી કરી કાયદાનો પરચો બતાવે તેવી લોકમાંગ ઉઠી : પોલીસ ખાતાએ બીરોલ પણ ભરાવવા કંપનીને સુચના આપવી જોઈએ

નખત્રાણા : ભાજપનો ગઢ ગણાતા આ તાલુકામાં વિકાસના વાયરા સાથે અસામાજિક પ્રવૃત્તિ ફુલીફાલી રહી છે. કાયદાના રક્ષકો દ્વારા ઢીલી નીતિ અપનાવાઈ રહી છે અથવા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શાંતિ પ્રિય આ તાલુકામાં અસામાજિક દુષણને ડામવા પોલીસ, તંત્ર ધાક બેસે એવી કામગીરી કરીને પરચો બતાવે તેવી લોક માંગ ઉઠી છે.પ્રથમ વાત માંડીએ દારૂની તો આ તાલુકામાં દેશી – વિદેશી દારૂ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો છે. છુટથી ચાલતા વેપારના કારણે યુવાધન મોતને ભેટી રહ્યું છે. પાછળ પરિવાર દયનીય બની મુકી જાય છે. અકસ્માત થવાની ઘટના પણ સામાન્ય બની છે. વિદેશી બ્રાન્ડનો શરાબ ઢગલા બંધ વેચાઈ રહ્યો છે. તો ગામડે – ગામડે વેચાતો દેશીદારૂએ ફરી તાલુકાને માથે લીધો છે. અમુક હોટલ તેમજ હાઈવે ટચ ત્યાં દ્રાક્ષના પાણીની સુવિધ છે. દારૂની બદી સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ છે.આ બાબતે નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલે તાલુકા કક્ષાની સંકલન અને ફરિયાદ બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો. છતાં દારૂની બદી ઘટવાને બદલે વધી છે. સૂરજ ઢળતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં બેવડા થયેલા તત્ત્વો સામાન્ય નાગરિકોનેુ રઝાડવાનું શરૂ કરી દે છે. પોલીસ પણ બૂટલેગરો સાથે પલરેલી હોય તેમ જણાય છે. નહીંતર પોલીસ તંત્રને આકરા પગલાં લેતા કોણ અટકાવે છે ? તેવા વેધક પ્રશ્ન સામાન્ય નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.કંપનીઓ આવ્યા પછી આ પંથકમાં વ્યભિચારનો બિઝનેશ પણ ફુલ્યો ફાલ્યો છે. ગામડાની વિધવા, ત્યકતા મહિલાની મજબૂરીનો લાભ લેવા અમુક દલાલો નવી નવી સ્કીમો કાઢીને એકલ દોકલ અબડાનો સંપર્ક કરીને રૂપકડી સ્કીમોમાં આટલા રૂપિયા ભરો તો તમને ડબલ, ત્રણ ગણા મળશે. આ સ્કીમ પાછળ આવા દલાલો નારીનો ગેરલાભ લઈ વેશ્યાના ધંધામાં ફસાવવા મજબૂર બે છે. આ ધંધામાં મહિલા એજન્ટ બનીને નાની છોકરીને ધંધામાં જોડે છે. એમના માટે રાત્રે ફોર-વ્હીલર ગાડી લઈ જાય અને વહેલી પરોઢે મુકી જાય છે. નખત્રાણાની આસપાસના હાઈવે ટચ ગામોમાં આ પ્રોફેસનલ વેસ્યાવૃત્તિ કરતી મહિલા એજન્ટની ભૂમિકા ભજવે છે અને ઘર- બાર છોડી માત્ર ખાનગી કંપનીમાં ઉચ્ચ પગાર લેતા સુંદરીના શોખીન શોખ પુરા થાય છે. આ દિશામાં પણ પોલીસ અમુક તાલુકાની પાંચ – છ કિ.મી.ના રોડ ટચ ગામોમાં સખ્ત પોલીસ પેટ્રોલિંગ કરી ગામમાં આવતા રાત્રિના ભાગે અજાણ્યા લોકો પર વોચ રાખવી જોઈએ. અને ગ્રામ પંચાયતને સીસી ટીવી કેમેરા વસાવવા સૂચના આપવી જોઈએ.ત્રીજુ દુષણ જુગારનું છે તો આ જુગારની પ્રવૃત્તિ ફુલીફાલી છે. જુગારનો શોખ ધરાવનારને મતે તો બારે માસ શ્રાવણ છે. થોડા સમય પહેલા અંગિયા, વિગોડીની સીમમાં તથા વિજપાસરમાં પોલીસે દરોડો પાડીને શકુની પકડ્યા હતા. ત્યારબાદ કોઈ દરોડો પડ્યો નથી. આ જુગારની પ્રવૃત્તિમાં ભુજ- નલિયા, લખપતમાંથી પણ જુગારીઓ ગામડામાં ખેલાતી જુગારમાં ભાગ લઈ કિસ્મત અજમાવી રહ્યા છે. તો નવાઈની વાત એ છે કે દારૂ, જુગાર અને વેસ્યાવૃત્તિમાં મહિલાઓ પણ પાછળ નથી. મહિલાઓ પણ જુગારના પડ માંડી પતાની બાજી રમી રહી છે. નખત્રાણા સહિત ગામડાઓમાં કયાં કયાં જુગાર રમાય છે, કયાં કયાં પ્રોફેશનલ વેસ્યા ગણકી છે, કયાં – કયાં દેશી- વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે એ આમ નાગરિકને સંપૂર્ણ માહિતી છે પણ કાયદાના રક્ષકો આ અસામાજિક પ્રવૃત્તિથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. તાલુકામાં ડીવાયએસપી, પીઆઈની પોસ્ટ છે. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત ભાજપ પ્રમુખ તાલુકાના છે છતાં આ પ્રવૃત્તિ ફુલીફાલી છે તેને બાનમાં લેવા પોલીસ પગલાં ભરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.