નખત્રાણા ત્રિપલ અકસ્માતમાં બાઈક સવાર પિતા પુત્ર ઘવાયા

ટ્રેઈલરના ઠાઠામાં બાઈક ભટકાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત : અકસ્માત વેળાએ પાછળ આવતો છકડાનો ચાલક હપ્તાઈ જતા છકડો રોડ નીચે ઉતરી ગયો જો કે સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ

 

નખત્રાણા : શહેરમાં આવેલ સોમૈયા હોસ્પિટલ પાસે ટ્રેઈલરના ઠાઠામાં બાઈક ભટકાતા પિતા પુત્ર ઘવાયા હતા. જ્યારે અકસ્માતમાં પાછળ આવતો છક્ડા ચાલક હેપ્તાઈ જતા છકડો રોડથી નીચે ઉપરી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના એક્સિડન્ટનો બનાવ બનવા પામ્યોે હતો. નખત્રાણા રહેતા નરસીભાઈ ડાયાભાઈ ભગત તથા તેમના દિકરા કિશન ભગત બન્ને તિતા પુત્ર ગંભીર રીતે ઘવાયા આ પ્રથમ સારવાર નખત્રાણા આપી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા. અકસ્માત થયેલ તે જ સમયે બરાબર પાછળ આવતો છકડાનો ચાલક હેપ્તાઈ જતા છકડો રોડથી નીચે ઉતરી ગયો હતો. સદ્‌નશીબે કોઈ જાનહાની થઈ નથી. બનાવ બાદ નખત્રાણા પોલીસ ઘટના સ્થળે દોળી આવી તપાસ હાથ ધરી હતી.