નખત્રાણા તા.પં. પ્રમુખપદે નયનાબેન પટેલે, ઉપપ્રમુખ પદે જ્યોત્સનાબા આર. જાડેજાએ ફોર્મ ભર્યા

નખત્રાણા : તા.પં. ર૦ બેઠકો ધરાવતી તા.પં. પ્રમુખ પદે ભાજપના નયનાબેન ધીરજલાલ પટેલ જ્યારે ઉપપ્રમુખ પદે જ્યોત્સનાબા જાડેજા આજ તા.વિ.અ. શૈલેષભાઈ રાઠોડ પાસે ફોર્મ રજુ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારો દમયંતીબેન પટેલ તથા ઉપપ્રમુખ પદે આદમભાઈ લાંગાય ફોર્મ ભર્યા હતા.
ભાજપની અનેક નાટકિય ઘટના પછી ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. તો કોંગ્રેસ પણ મેદાનમાં ઝુકાવ્યું છે. કોંગ્રેસના ર૦ બેઠકોમાંથી આઠ તા.પં. સદસ્યો છે. એક સદસ્યા કોંગ્રેસમાં રાજીનામા આપ્યો છે. જ્યારે ભાજપ પાસે ૧૧ તા.પં. સદસ્યો છે આમ ભાજપ સતા પર પુનઃ સતા રૂઢ થાય તેવા ઉજ્જળા સંજોગો છે. બન્ને પક્ષોના ઉમેદવારો ફોર્મ ટાંકણે મોટી સંખ્યામાં કાર્યકરો, ભાજપ-કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલકા બેઠકના અમીનાબેન ઓસમાણ સુમરાએ મોડે-મોડેથી કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે બીજો ફોર્મ ભરતા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.