નખત્રાણા તા.પં.ની સામાન્ય સભામાં ૬ કરોડ ર૩ લાખની પુરાંત દર્શાવતા અંદાજપત્રને આખરી બહાલી અપાઈ

નખત્રાણા : તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જયસુખભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તા.વિ.અ. વિનોદભાઈ જોષીએ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને આવકારી સામાન્ય સભાનો એન્જડા રજૂ કર્યો હતો. તા.હિ. અધિકારી સંજય નિનામાએ વર્ષ ર૦/ર૧નું સુધારેલું અને ર૧/રરનું રૂપિયા ૬,ર૩,૭૪,ર૦રની પુરાંત દર્શાવતું આખી બહાલી માટે અંદાજ પત્ર પેશ કર્યું હતું. જે સવાનુમતે પસાર થયો હતો. નવનિયુક્ત તા.પં. પ્રમુખ જયસુખભાઈ પટેલે કર્યું કે, તાલુકાના સર્વાંગી વિકાસ માટે દરેક ગામના સરપંચોને સાથે રાખી ગુણવતા સભર વિકાસ કામો થાય તે પ્રથમ પ્રાયોગિકતા હશે. સુખાકારીના કામોનું પ્રાધાન્ય આપવામાં આવશે. તેમને કોરોના મહામારીમાં આરોગ્ય ખાતુ સતત જાગૃત છે ત્યારે લોકોએ પણ સાવચેતી રાખીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા કર્યું હતું અને રસી મુકવવા અપીલ કરી હતી. આજની સભામાં સંધ્યાબેન પલણ, મહેન્દ્રસિંહ સોઢા, ગોરધનભાઈ પટેલ, દિનેશ નાથાણી, મંજુલાબેન લતા, ભાવનાબેન પટેલ, લીલાબેન મનીષ મહેશ્વરી, શારદાબેન આહિર, સ્વાતીબેન ગોસ્વામી, હંસાબા હિરાસંગજી જાડેજા, દક્ષાબેન હિતેશ બારૂ, હોતખાન મુતવા, ઉત્પલસિંહ જાડેજા જ્યારે કોંગ્રેસના કેતનભાઈ પાંચાણી, નવિનભાઈ કુંવર, હરીભાઈ ચારણ, સંગીતાબેન રૂડાણી, ઓસ્માણ સુમરા, રામીબેન રબારી જ્યારે અધિકારી ગણ મીરાબેન ગઢવી, જેઠાલાલ પંચાસર, કે.પી. આહિર, અંકિતાબેન ગોહિલ, ઉમેશ રૂદ્રાણી, દિલીપભાઈ નરસીંગાણી, હરીસિંહ રાઠોડ, વસંતભાઈ વાઘેલા, જયાબેન ચોપડા, નયનાબેન પટેલ, રાજુભા જાડેજા, ધારસીભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.