નખત્રાણા તા.પં.ની સામાન્ય સભામાં સમિતિઓની વરણી કરાઈ

વિરોધ પક્ષના નેતા કેતન પાંચાણી વરણીને આવકારઃ અન્ય વિકાસલક્ષી મુદ્દાઓ ઉઠ્યા

નખત્રાણા : તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ પટેલ જયસુખભાઈના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ટીડીઓ વિનોદભાઈ જોષીએ આવકાર આપી એજન્ડા રજૂ કર્યો હતો. ૩૦/૩/ર૧ની સામાન્ય સભા કાર્યવાહી નોંધને બહાલી ઉપરાંત કારોબારી તથા ન્યા. સમિતિની રચના કરવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા પદે કેતનભાઈ પાંચાણીની વરણીને આવકાર અપાયો હતો. કેતન પાંચાણીએ પ્રશ્નોતરીમાં ગુજરાત પંચાયતની ધારાની જોગવાઈ મુજબ સભ્યોને સામાન્ય સભાના પત્રમાં પાંચ દિવસમાં પંદરમાં નાણાપંચ હેઠળ તાલુકાના તમામ ગામોને વર્ક ઓર્ડર અપાયા છે, કામો થયા છે, ટેકનીકલ ક્ષતિના કારણે ચુકવણું કરાતું નથી, તે કામોના તાકિદે પેમેન્ટ થાય, ઉપરાંત કારોબારી ચેરમેનની ચેમ્બરો આવતી નથી, જો આવતી હોય તો પરિપત્રની નકલ આપવા વિપક્ષીનેતાને ચેમ્બર્સ ફાળવવા ગાડી ભાડા અંગે વપરાશ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ પ્રથમ વરસાદ પડ્યો તેને આવકારી તાલુકામાં ધીંગી મેઘમહેર થાય અને વિકાસ કામોમાં તમામ સભ્યોને સાથે રાખી તાલુકાના સર્વાંગી વિકાસની નેમ વ્યકત કરી હતી. અન્યમાં સફાઈકામ, વર્ક ઓર્ડર, ઝેરોક્ષ કામ, લેમીનેશનના કામો, નવા ટેન્ડર બહાર પાડવા, રીપેરીંગ કામો, નવાવાસ ગ્રા.પં., લીફરી ગ્રા.પં.ને અલગ કરવા ઠરાવ કરાયો હતો. બાંધકામની તાંત્રિક ચકાસણી નીફીમાં સુધારો કરવા બાબતે પ્રશ્નો ઉઠ્યા હતા.આ બેઠકમાં તા.પં. ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશભાઈ પલણ, મહેન્દ્રસિંહ સોઢા, ગોરધનભાઈ દિનેશભાઈ નાથાણી, હોતખાન મુતવા, ઉત્પલસિંહજી જાડેજા, દક્ષાબેન બારૂ, લીલાબેન મહેશ્વરી, લતા મંજુલાબેન, ભાવનાબેન રાજેશ પટેલ, હંસાબા હિરાસંગ જાડેજા, સ્વાતિબેન હાર્દિકગીરી ગોસ્વામી, શાસક પક્ષના નેતા શારદાબેન રમેશ આહિર, કોંગ્રેસના નવિનભાઈ કુંવર, હરિભાઈ ચારણ, રામીબેન રબારી, સંગીતાબેન મણીલાલ રૂડાણી, અધિકારીગણ અર્જુનભાઈ દેસાઈ, મીરાબેન ગઢવી, કુલદીપસિંહ જાડેજા, મેહુલ યાદવ, કનુભાઈ સંઘાર, રમેશ ગરવા, ઘનશ્યામ મેપાણી, મનીષ મહેશ્વરી, જીવણ ઝરીયા (ટીપીઓ), નિલેશ રાવલ, અર્ચનાબેન ગોહિલ, જેઠાલાલ પંચાસરા ઉપસ્થિત રહ્યા હતા.દરમ્યાન ભાજપ પ્રભારી વાલજીભાઈ ટાપરીયાની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જે નામો સામાન્ય સભામાં લેવામાં આવ્યા હતા. કા.સ.માં મહેન્દ્રસિંહ સોઢા, ગોરધનભાઈ, ઉત્પલસિંહ જાડેજા, હોતખાન મુતવા, દક્ષાબેન બારૂ, ભાવનાબેન, સ્વાતિબેન વરણી થઈ હતી. જ્યારે સા.ન્યા. સમિતિમાં મહેશ્વરી લીલાબેન મનીષભાઈ, મંજુલાબેન લતા, મીલન મકવાણા, નવિનભાઈ કુંવર, હરીલાલ ચારણ વરાયા હતા. સંભવત આગામી સભામાં કારોબારી પદે મહેન્દ્રસિંહ સોઢા તથા ન્યા.સ. લીલાબેન મનીષ મહેશ્વરી વિધિવત વરાય તેવી ઉજળી શકયતા છે. શાસક પક્ષના નેતા પદે શારદાબેન રમેશભાઈ આહિરની વરણી કરાઈ છે. જિ.પં. સભ્ય રાજેન્દ્રસિંહજી જાડેજા, દિલીપભાઈ નરસીંગાણી, હરીસિંહ રાઠોડ, રાજેશભાઈ પલણ, ઈકબાલ ઘાંચી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.