નખત્રાણા તા.પં.ના પ્રમુખ પદે જ્યોત્સનાબા જાડેજા વરાયા

નખત્રાણા : તા.પં.ના પ્રમુખ પદે જ્યોત્સનાબા રાજેન્દ્રસિંહજી જાડેજાની વરણી થઈ હતી. તા.પં. પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી લાંબી રજામાં જતા જ્યોત્સનાબા જાડ ેજાન ે ચાર્જ સોપાયો છે. ક્ષત્રિય સમાજના મહિલા પદે પ્રથમ વખત તા. પં. પ્રમુખ પદે કાર્યભાર સંભાળતા જ્યોત્સનાબા જાડેજાએ કહ્યું કે, દરેક ગામડાનો સર્વાંગી વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસમંત્રને આગળ ધપાવવા તેમના પ્રથમ પ્રયાસ હશે. તા.વિ.અ. શૈલેષભાઈ રાઠોડે વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી. સરપંચ સંગઠન, તા. ભા. યુવા મોરચો, વિવિધ સગઠનો દ્વારા શ્રીમતી જ્યોત્સનબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. તા.ભા. પ્રમુખ રાજેશભાઈ પલણ, કેડીસીસીના ઉપપ્રમુખ જયસુખભાઈ પટેલ, પ્રાસંગીક પ્રવચનમાં ટીમવર્કથી કામ કરવા શીખ આપી હતી. વસંતભાઈ વાઘેલા, રવિભાઈ નામોરી, નયનાબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, ભાવનાબેન ગોસ્વામી, દિલીપભાઈ નરસીંગાણી, ખેંગાર રબારી, સજ્જનસિંહ જાડેજા, હુકુભા પરમાર, પ્રફુલ્લસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, ઈકબાલ ઘાંચી, જીતેન્દ્રસિંહ જાડેજા, અમૃત ગરવા, સામંતભાઈ મહેશ્વરી, ધર્મેશ કેસરાણી, મામદ ખત્રી, હિરેન ભટ્ટ, પરસોત્તમ વાસાણી, વિનયકાંત ગોર, હરિસિંહ રાઠોડ, કમળાબેન ગઢવી, ભાવસિંહ જાડેજા, ચેતન કતિરા, ચંદુભાઈ પટેલ, ધીરજ પટેલ, ધનજી મહેશ્વરી, જીગરસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો, તા.પંં. જિ.પં.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંજલના રહેવાસી જ્યોત્સનાબા જાડેજા, ધાર્મિક, સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા છે. સૌથી વધુ લીડથી જીતનાર જ્યોત્સનાબાના પતિ રાજેન્દ્રસિંહ જાડેજા ભાજપના પુર્વ મહામંત્રી અને હાલે સરપંચ સંગઠનના પ્રમુખ પદે કાર્યરત છે. તેમની વરણીને વિનોદ ચાવડા, કેશુભાઈ પટેલ સહિત ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, વાસણભાઈ આહીર, નિમાબેન આચાર્યે આવકારી છે. કાર્યક્રમનું સંચાલન રણજીતસિંહ જાડેજાએ કર્યું હતું. આભારવિધિ સી.આર. વસૈયાએ કરી હતી.