નખત્રાણા તા.ના કોંગ્રેસી કાર્યકરોએ ધરણાનો કાર્યક્રમ રદ કર્યો

વિપક્ષી નેતાની રજૂઆતનો તંત્રમાં પડઘો : નિયમિત રીતે ઘાસ ફાળવાય છે

 

નખત્રાણા : તાલુકાના કુલ ૮ ગામોમાં ઘાસડેપોમાં ઘાસ ફાળવવા માટે વિપક્ષી નેતાએ મામલતદારને રજૂઆત કરી હતી તે સંદર્ભે મામલતદારે કલેક્ટરને રજૂઆત કરતા ઘાસડેપોમાં નિયમિત ઘાસ ફાળવવામાં આવે છે જેથી કોંગ્રેસી કાર્યકરોએ ધરણાનો કાર્યક્રમ રદ કર્યો હતો.
વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે જણાવ્યું કે, ગત તા.ર૮-૮ના તાલુકાના મામલતદાર એ.પી. ઠક્કરને ઘાસડેપોમાં પુરતો ઘાસનો જથ્થો ફાળવવા માટે રજૂઆત કરી હતી તે બાબતને ધ્યાનમાં રાખી મામલતદારે કલેક્ટરને રજૂઆત કરતા તાલુકાના નખત્રાણા, આમારા, રોહ, રવાપર, ઓરીરા, ક્કડભીટ, રામપર (સરવા) ગામમાં ઘાસડેપો મંજૂર કરવામાં આવ્યા છે. તાલુકામાં કુલ ૭પ૦૦થી વધુ ઘાસકાર્ડ ધારકો છે. ડેપોમાં ફુલાય ડેપો પર બે ગાડી, રામપર (સરવા) પર ૧ ગાડી, ક્કડભીટ પર બે ગાડી ઘાસની ફાળવણી કરાઈ છે ત્યારે નખત્રાણા ડેપો પર ઘાસની ફાળવણી કરવામાં આવી નથી તેથી કાર્ડ ધારકોની અને પશુઓની સંખ્યાને ધ્યાને રાખીને રજૂઆત કરાઈ હતી. નખત્રાણાના ડેપો પર નિયમિતપણે ઘાસ ફાળવવામાં આવે છે જેથી કાર્યકરોએ ધરણાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે.