નખત્રાણા તાલુકો નર્મદા રથને આવકારવા સજ્જ

તાલુકાના સરપંચો-તલાટી, ગ્રા.પં. તા.પં. ને જિ.પં. સદસ્યો ભાજપના મોભીઓની બેઠક મળી અધિકારી-પદાધિકારી આપ્યું માર્ગદર્શન

નખત્રાણા : તાલુકામાં આવનાર મા નર્મદા રથયાત્રાને આવકારવા તાલુકો સજ્જ બન્યો છે. તા.પં. કર્મચારીને જિલ્લા તાલુકા ભાજપના મોભી, જિ.પં., તા.પં., ગ્રા.પં.ના સભ્યો, તલાટી, મંત્રીની બેઠકમાં અધિકારી-પદાધિકારી માર્ગદર્શન આપ્યું હતું. આગામી તા.૧૧/૯ના રોજ લક્ષ્મીપર ખાતેથી રથયાત્રા સ્વાગત કરવામાં આવશે. રથયાત્રા ગામે ગામ ફરશે. ઉપરાંત આગામી ગરીબ કલ્યાણ મેળાની પુરક વિગતો આપવામાં આવી હતી. ટીડીઓ ડી.વી. ઘેડા, મામલતદાર શ્રી ઠક્કર સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા અને અન્ય તબક્કા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લે તે જાવા અનુરોધ કર્યો હતો. સ્વાઈન ફલુ સામે આગોતરા પગલા લેવાઈ રહ્યા છે તેવી માહિતી ડો. એ.કે. આઝાદ આપી હતી. તા.પં. પ્રમુખ ભરતભાઈ સોમજિયાણીએ ગરીબ કલ્યાણ મેળા તથા મા નર્મદા રથયાત્રાના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તા.ભા. પ્રમુખ રાજેશભાઈ પલણે ભાજપ સંગઠન માળખાના તમામ ગામોના હોદેદારોને જવાબદારી સોંપાઈ છે. જિલ્લા ભાજપના ઈન્ચાર્જ મોમાયાભા ગઢવી અને પૂર્વ મહામંત્રી જયસુખભાઈ પટેલ યાત્રાની પુરક વિગતો આપી હતી. ઉપરાંત ભાજપની જિલ્લા-રાજ્ય લેવલના પદાધિકારી પણ યાત્રામાં જાડાશે. ગરીબ કલ્યાણ મેળાના વંચિત લાભાર્થીઓની યાદીની પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં જિ.પં. વસંતભાઈ વાઘેલા, કેસરબેન મહેશ્વરી, ચંદ્રિકાબેન, નયનાબેન પટેલ, ઉપપ્રમુખ જ્યોત્સનાબા જાડેજા, દક્ષાબેન બારૂ, રવિભાઈ નામોરી, મુરૂભા જાડેજા, પરસોતમ વાસાણી, ચંદનસિંહ રાઠોડ, દિલીપભાઈ નરસીંગાણી, રવિ પોકાર, ઝવેરભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, રાજુભા જાડેજા, ઈકબાલ ઘાંચી, દિનેશ ગોસ્વામી, લાખાણી દિનેશ, નવિન મારૂ, મેરૂ સુરેણા, ડાયાલાલ ભદરૂ, રાકેશ પટેલ, વી.એસ. ગઢવી, સી.આર. વસૈયા, કમળાબેન ગઢવી, સંગીતાબેન ઠક્કર, હલીમાબેન ચાકી, જ્યોતીબેન ગોસ્વામી, હમીરભાથી ગોસ્વામી, બટુકસિંહ જાડેજા સહિત ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ નરસીંગાણી કર્યું હતું. આભારવિધિ ભરતભાઈ સોમજિયાણી કરી હતી