નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખના અવસાનથી શોક

સદ્દગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : રાજકીય- સામાજિક અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

 

ભુજ : નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પાવરપટ્ટી વિસ્તારના ક્ષત્રિય અગ્રણી મેઘરાજજી મોડજી જાડેજાનું અવસાન થતા સમગ્ર પંથકમાં લાગણી ફેલાઈ છે. રાજકીય સામાજિક અગ્રણી દ્વારા સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવાઈ છે. સદ્દગત મેઘરાજજી મોડજી જાડેજા બે વખત ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા બજાવી ચુકયા છે. છેલ્લા બે વર્ષથી તેઓ નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા હતા. તેમનું નિધન થતા ક્ષત્રિજ સમાજ સહિતના સમાજામાં શોકની લાગણી ફેલાઈ છે. તેમની સ્મશાન યાત્રામાં પ્રધ્યુમનસિંહ જાડેજા (વિરાણી), હઠુભા જાડેજા, ડો. વિજયસિંહ રાઠોડ, રામસિંહ સોઢા, શ્રવણસિંહ વાઘેલા, વિશાજી જાડેજા, મહંત જગજીવનદાસજી, અર્જુનસિંહ ચુડાસમા, રણજીતસિંહ માસ્તર, કિશોરસિંહ જાડેજા સહિત પાવરપટ્ટી ગામોના ક્ષત્રિય અગ્રણી, નખત્રાણા તાલુકા ક્ષત્રિય સમાજના મોભીઓ ગ્રામજનો સહિતનાઓ મોટી સંખ્યા જાડાયા હતા. તેમજ સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.