નખત્રાણા તાલુકા ભાજપ  લઘુમતી મોરચાના  હોદ્દેદારોની વરણી

નખત્રાણા : તાલુકા ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે ખત્રી મામદ સુલેમાન, મહામંત્રી પદે બરાયા ગુલામહુશેન અહેમદભાઈ, ઉપપ્રમુખ પદે કુંભાર હાજી મુસા, ઉમરભાઈ થુડિયા, દાઉદભાઈ થેબા, મુસા જીયેજા અને સુલેમાન નોતિયાર, મંત્રી પદે આ. સલામ જત, જુમાભાઈ સમેજા, મુસ્તાક સુમરા, જબ્બાર જત, ખજાનચી પદે મુબારક કુંભારની વરણી કરાઈ છે તેમજ કારોબારી સભ્યો તરીકે કરીમભાઈ રાયમા, આલમશા સૈયદ, અનવર સુમરા, દાઉદ ચાકી, અબ્દુલ સમેજા, જુસબ કુંભાર, શકુર જત, ઈશાક જત, અબ્દુલ્લા લુહાર અને ખત્રી કરીમભાઈની વરણી કરવામાં આવી છે.