નખત્રાણા તાલુકામાં ગ્રામ પંચાયત પરિણામો જાહેર

વિથોણમાં બચુભાઈ નાયાણી વિજેતા : કોટડા (રોહા)માં સોઢા પ્રવીણસિંહ બલુભા : રોહા સુમરી હાજરાબેન સમજા : ચાવડાકામાં ભાવસિંહ જાડેજા : વિભાપરમાં રબારી રામીબેન વિજેતા જાહેર થયા : વિજેતાઓમાં વિજય સરઘસ નિકળ્યા

નખત્રાણા : તાલુકા મામલતદાર કચેરી ખાતે અધિક કલેકટર અરવિંદભાઈ વિજયન મામલદાર એ.પી. ઠક્કર, એસ.પી. રવિ તેજા સેટ્ટીની ઉજવણી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રતડિયા વોર્ડ ૪નું પરિણામ જાહેર થયું હતું. જેમાં રાયમા જેનાબેન તેમના નિકટના હરીફન ું ૬ મતે હાર આપી હતી. ત્યારબાદ ચાવડકા સરપંચ પદે ભાવસંગજી એસ. જાડેજાએ તેમના નિકટના હરીફ સવાઈસિંહજીને ૧૧૬ મતે પરાજય આપ્યો હતો. ત્રિપાંખિયા જંગમાં ત્રીજા ઉમેદવાર મહેન્દ્રસિંહને ૯૮ મત મળ્યા હતા. રોહા સુમરી સરપંચ પદે હાજરાબેન અનવર સમેજાએ તેમના નિકટના હરીફ દેવલબેન આસમલ મહેશ્વરીને ૩૮ મતે પરાજય આપ્યો હતો. વોર્ડ ૪ સલમાબેન સાલેમામદ તેમના હરીફ ઉમાબેન ગોહિલને હાર આપી હતી. વોર્ડ પ અનવર સમેજાએ વણકર બાબુલાલને હાર આપી હતી. વોર્ડ ૭ આસમલ ચના જેપારે જીવરામ જેઠા રોશિયાને પરાસ્ત આપી હતી. વોર્ડ ૮ નરસિંહ જેઠા મહે શ્વરીએ તેમના નજીકના હરીફ હસન આમદ ભજીરને પરાજય આપ્યો હતો.
વિભાપર ગ્રા.પં.ના સરપંંચ પદે રબારી રામીબેન મુળાભાઈએ તેમના નજીકના હરીફ રબારી મેઘુબાઈ ખેતાભાઈને ૬૦ મતે પરાજય આપ્યો હતો. જયારે વોર્ડ વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની નજર દોડાવીએ તો વોર્ડ ૧માં માલતીબેન હેમુદાન ગઢવીએ તેમના નજીકના હરીફ રાણીબેન રવા રબારીને માત્ર ૧ મતે પરાજય આપ્યો હતો. વોર્ડ રમાં વનિતાબેન પટેલે તેમના હરીફ હરખુબેન દેવા રબારીને ૬૩ મતે પરાજય આપ્યો હતો. વોર્ડ ૩માં આનંદબા ગુલાબસિંહ ચાવડાએ તેમના નજીકના હરીફ જીજ્ઞાબેન કારૂભા ગોહિલને ર૭ મતે હાર ખમવી પડી હતી. વોર્ડ નં. ૪માં વર્તમાન સરપંચ ખેતાભાઈ ખેંગાર રબારી સભ્ય પદે ૩૦ મતે વિજ.તા થયા હતા. વોર્ડ નં. પમાં લખીબેન સામજી રબારીને વેરશી દેવા રબારીએ ૧૧ મતે હરાવ્યા હતા. વોર્ડ ૬ ખીમા ખેંગાર રબારીએ તેમના નિકટના હરીફને ૬ર મતે કારમો પરાજય આપ્યો હતો. વોર્ડ ૭ પૂજાબેન મનોજ મારણીયાએ રમીલાબેન વણકરને ૩૭ મતે હાર આપી હતી. વોર્ડ ૮માં કાનજી પાલા મેરિયાએ ભારા ભીમા વણકરને ૩૭ મતે હાર આપી હતી.
કોટડા રોહામાં સરપંચ પદના ત્રિપાંખિયા જંગમાં પ્રવીણસિંહજી બલુભા સોઢાએ તેમના નજીકના હરીફ નવીનચંદ્ર ધનજી ગાલાને રપ૩ મતે કારમો પરાજય આપ્યો હતો. ત્રીજા ઉમેદવાર સુમાર માયા મહેશ્વરીને ૧૦૯ મત મળ્યા હતા નોટાને રપ મળ્યા હતા. વોર્ડની વાત કરીએ તો વોર્ડ ૧માં જસીબેન સાજન રબારીએ વીરાબેન માવજી સુથારને પપ મતે હાર આપી હતી. વોર્ડ ર હીરબાઈ ગાંગજી મહેશ્વરીએ તક્ષેમના નજીકના હરીફ લીલબાઈ ભાણજી મહેશ્વરીને ૧૮ મતે હાર આપી હતી. વોર્ડ ૩ કુલસુમબેન મામદ હિંગોરજાએ ભાવનાબેન ચેતનભાઈ મહેશ્વરીને ૧૦ મતે પરાજય આપ્યો હતો. વોર્ડ ૪ જમનાબેન એલ. ગુંસાઈએ સાકરબાઈ દામજી નાગડાને ૧૩૪ મતોથી પરાજય આપ્યો હતો. વોર્ડ પ ઈલિયાસ મામદ માંજોઠીને રજાક મામદ જતે ૯૯ મતે હરાવ્યા હતા. વોર્ડ ૬ જગુભાઈ લાલજી મહેશ્વરીએ વેરશી મહેશ્વરીને ૮૯ મતે હાર આપી હતી. વોર્ડ ૭ હીરાલાલ મહેશ્વરીએ મોહનભાઈ મહેશ્વરીને માત્ર ૬ મતે પરાજય આપ્યો હતો. વોર્ડ ૮માં સામજીભાઈ મહેશ્વરીએ તેમના નિકટના હરીફને ૩૪ મતે હાર આપી હતી.
સોથી ચર્ચામાં રહેલી વિથોણ ગ્રા.પં.ની સરપંચ પદની ચૂંટણીમાં ગત ચૂંટણીનો વ્યાજ સરપંચ બચુભાઈ નાથાણીએ બદલો લીધો હોય તેમ તેમના નિકટના હરીફ રતિલાલ ખેતાણીને ૧૬૦ મતે હાર આપી હતી. કુલ ર૬૯૩ મતોમાંથી બચુભાઈને ૧૪૧૮ તથા રતિલાલભાઈને ૧રપ૮ અને નોટાને ૧૭ મત મળ્યા હતા. અત્રે વોર્ડ તમામ બિનહરીફ થયા હતા. વિજેતાનો કોલ આપ્યો હતો. ના.મા. જોગસિંહ દરબાર, જબરાજભાઈ ભોવા, કીર્તિભાઈ મકવાણા, બી.બી. પટેલ, જયલેશભાઈ ટપુભા જાડેજા, જેપાર કિરણભાઈ ઉપરાંત ભાજપના દિલીપભાઈ નરસીંગાણી, ખેંગારભાઈ રબારી, દિનેશભાઈ રૂડાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નિકળ્યા હતા. વહેલી સવારથી જ મામલતદાર કચેરી ખાતે ગામે ગામના લોકો પરિણામ જાણવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપુર્વક સંપન્ન થઈ હતી. તેવું વિનયકાંત ગોરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.