નખત્રાણા તાલુકામાં અબડાસાના નવનિર્વાચિત ધારાસભ્યનું સન્માન

નખત્રાણા : અબડાસાના નવનિર્વાચિત ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના ભવ્ય વિજય બાદ લોકસંપર્ક અને વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગામોમમાં તેમનું ભવ્ય સન્માન કરાયું હતું. જ્યારે આણંદપરમાં તેમની સાકરતુલા કરાઈ હતી. અબડાસાના નવનિર્વાચિત ધારાસભ્યને ઠેર-ઠેરથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો હતો. વિવિધ ગામો ફરીને પ્રધ્યુમનસિંહ જાડેજાએ ગામના આગેવાનો અને મતદારોનો આભાર પણ પ્રગટ કર્યો હતો. અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ એન. જાડેજાનો નખત્રાણા તાલુકાના સાંયરા, યક્ષ, મોરગર, આણંદપર, પાલીવાડ, મંગવાણા, જારજોક, વડવા કાંયા, વડવા ભોપા, વરમસેડા, વિજપાસર, સુખપર રોહા, રોહા તેમજ કોટડા જડોદર મધ્યે લોકસંપર્ક યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગામજનોએ પ્રધ્યુમનસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું. તેમજ આણંદપર ગામજનોએ પ્રધ્યુમનસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું. તેમજ આણંદપર ગામમાં પ્રધ્યુમનસિંહ જાડેજાની સાકરતુલા કરવામાં આવી હતી. તેમની સાથે સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના સર્વે હોદ્દેદારો, સદસ્યોઓ, સરપંચો, તમામ પાંખના હોદ્દેદારોઓ, સક્રિય કાર્યકરો, કોંગ્રેસ પરિવારના તેમજ સર્વે શુભેચ્છકો હાજર રહ્યા હતા.