નખત્રાણા તાલુકાના છેવાડાના લોકોને હવે ઝડપી ન્યાય મળશે : એ.જે. દેસાઈ

નખત્રાણા ખાતે રૂ. પ.૭ર કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્યાય મંદિરનું ઉદ્દઘાટન કરાયું

નખત્રાણા : નખત્રાણા ખાતે પ્રિન્સિપલ સિવીલ ફર્સ્ટ કલાસની કોર્ટનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. હાઈકોર્ટના યુનિટ જજ એ.જે. દેસાઈના હસ્તે વિવિધ સંકુલ અને કોર્ટ રૂમના ઉદ્દઘાટન કરી ખુલ્લા મુકાયા હતા. આ બિલ્ડિંગ રૂ. પ.૭ર કરોડના ખર્ચે ઉભી કરવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ પર કોર્ટ રૂમ જજ ચેમ્બર, સ્ટેનો રૂમ, સીઓસી રૂમ, કોમ્પ્યુટર રૂમ, વેઈટીંગ રૂમ, ડ્રાઈવર અને બેલીફ રૂમ, ઈલેકટ્રીક રૂમ, લેડીઝ વિટન્સ રૂમ, લેડીઝ લોકઅપ રૂમ, મુદ્દામાલ રૂમ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ, રેકર્ડ કિપર રૂમ, જેન્ટસ વીટનસ રૂમ, સ્ટેમ્પ પેન્ડર અને પીટીસીયન રૂમ આમ ૧૭ રૂમો સહિત લેડીઝ- જેન્ટસ હેન્ડીકેપ ટોયલેટની સગવળ ઉભી કરવામાં આવેલ છે. ફર્સ્ટ ફલોર પર, સેકન્ડ ફલોર પર વિવિધ રૂમોની સગવડ ઉભી કરવામાં આવેલ છે. બિલ્ડિંગના ઉદ્દઘાટન પ્રસંગે પધારેલા હાઈકોર્ટના યુનિટ જજ એ.જે. દેસાઈના હસ્તે વિવિધ રૂમોના દિપ પ્રાગટય સાથે ઉદ્દઘાટન કરી કમ્પાઉન્ડમાં વૃક્ષા રોપણ કરવામાં આવેલ. તાલુકાને આ બિલ્ડિંગના વિવિધ વ્યવસ્થા જાળવતાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનેશે. છેવાડાના લોકોને હવે તાલુકામાં જ ન્યાય મળી જશે એવુ યુનિટ જજ એ.જે. દેસાઈએ જણાવેલ. ડિસ્ટ્રીકટ જજ મેહુલ ગાંધી તેમજ પ્રિન્સિપલ સિવિલ જજ નખત્રાણા સંજીવકુમાર, નખત્રાણા બાર એસો.ના પ્રમુખ એમ.આર. હર્ષ મંચસ્થ રહ્યા હતા. પધારેલા મહાનુભાવો મહેમાનોનું પ્રિન્સીપલ સિવિલ જજ સંજીવકુમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકારમાં આવ્યા હતા. તેમજ મંચસ્થ મહાનુભાવોનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. રૂ. પ.૭ર કરોડના ખર્ચે ઉભી કરાયેલ બિલ્ડિંગમાં સિવિલ જજની કોર્ટે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ કાર્યરત કરાઈ છે. તેમજ નજીકના ભવિષ્માં વધારે કોર્ટ મળે એવી જાગવાઈ કરવામાં આવી છે. આ કોર્ટ સંકુલ ઉભુ થતા છેવાડાના લોકોને ઝડપી ન્યાય મળશે અને જિલ્લા સુધી ધક્કો નહીં ખાવો પડે એવું બાર એસો.ના પ્રમુખ એમ.આર. હર્ષે જણાવેલ હતું. આ પ્રસંગે બાર કાઉન્સિલર ગુજરાતના સભ્ય બહાદુરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ કચ્છ જિલ્લાની આસિસ્ટન્ટ જજા તેમજ સિનિયર પ્રિન્સિપલ જજા તેમજ તાલુકામાંથી ધારાશાસ્ત્રીઓ, વિવિધ બાર એસો.ના સભ્યો તથા હોદ્દેદારો, નખત્રાણા ગામના આગેવાનો, સમાજસેવકો અને આમંત્રિય ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન સમારોહમાં નખત્રાણા પીએસઆઈ શ્રી બોડાણા, નખત્રાણા બાર એસો.ના સભ્ય જે.કે. ચિનારાણા, વકિલ વી.આર. ગઢવી, ડી.આર. ગઢવી, ડી.આર. ભાવાણી, જે.એમ. ગોર, કે.ડી. ઠક્કર, આર.જી. જયપાલ, જી.યુ. ગોહિલ, ડી.એમ. જાડેજા, ડી.એસ. પાંચાણી, અમિત ગોસ્વામી, હિરેન ભગત, કે.કે. પટેલ, જીતેન જાષી, રાહુલ રામજીયાણી, નિકેશ ઠક્કર સહિતના ધારાશાસ્ત્રીઓ તેમજ મહિલા ધારાશાસ્ત્રી એસ.એન. બલિયા, માયા ડી. પટેલ, મમતા જાષી, ચેતનાબેન દિલીપ દેસાઈ, એપીપી પી.પી. રાવલ સહિતના ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો તાલુકા પંચાયત પ્રમુખ ભરત સોમજિયાણી, ઉપસરપંંચ ચંદનસિંહ રાઠોડ, વિપક્ષીનેતા અશ્વિન રૂપારેલ, હિરાલાલ સોની, હેમેન્દ્ર કંસારા, આદમ લંઘાય, મામદ ખત્રી, મણિલાલ સોની સહિતના પ્રજાકીય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એવું પ્રતિનિધિ લખન દેસાઈની યાદીમાં જણાવાયેલ.