નખત્રાણા ખાતે મોડલ સબ રજીસ્ટ્રાર કચેરીનો પ્રારંભ

સબ રજીસ્ટ્રાર કચેરી, નખત્રાણાનું રીનોવેશન કરી મોડેલ કચેરી બનાવવા અંગે થયેલ આદેશ અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીનું રીનોવેશન કરી આપતા તા.૧૬/૬/૨૦૨૧ થી નવી મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી શરૂ કરવામાં આવેલ છે જેના ઉદઘાટન પ્રસંગે પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટરશ્રી કલ્પેશ કોરડીયા, નખત્રાણા મામલતદાર વી.કે.સોલંકી અને નોંધણી નિરીક્ષક જે.એસ.જોશી હાજર રહયા હતા. આ મોડેલ કચેરીમાં સબ રજીસ્ટ્રાર, કલાર્ક, ઓપરેટર તથા અરજદારો માટે અધતન વાતાનુકુલ બેઠક વ્યવસ્થા તથા જાહેર સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે. આ નવી કચેરીની જગ્યામાં વધારો થયેલ છે. જેથી દસ્તાવેજની નોંધણીની કામગીરી સુચારૂ રીતે થઇ શકશે તેવું સબ રજીસ્ટ્રાર, નખત્રાણા દ્વારા જણાવાયું છે.