નખત્રાણા કોલેજ ગ્રાન્ટેબલ કરીને આપો અટલજીનું નામ : પી.એમ. જાડેજા

અબડાસાના ધારાસભ્યએ તેમના મત વિસ્તારમાં ઘાસચારો પૂરો પાડવા પણ મહેસૂલ મંત્રીને કરી રજુઆત

 

ભુજ : અબડાસાના ધારાસભ્યએ નખત્રાણા કોલેજને ગ્રાન્ટેબલ કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. તેમજ અબડાસા મતવિસ્તારમાં પૂરતો ઘાસચારો આપવા માટે મહેસૂલમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. પશ્ચિમ કચ્છનો પણ અંતરિયાળ પશ્ચિમ વિભાગ ઉચ્ચ શિક્ષણની સુવિધાથી વંચિત છે. ત્યારે નખત્રાણાની જી.એમ.ડી.સી. કોલેજોને ગ્રાન્ટેબલ કરીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામાભિકરણ કરવાની માંગ ઉઠી છે. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હતી. આ સાથે જ કચ્છમાં વરસાદ ખેંચાવાને કારણે અંતરીયાળ અબડાસા અને લખપતમાં પરિસ્થિતી ગંભીર છે. ઘાસ- ચારા અને પાણી માટે લોકો અને પશુઓ વલખા મારી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્યએ મહેસૂલમંત્રી કોશિકભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરીને વહેલી તકે ઘાસચારો પૂરો પાડવા માંગ કરી હતી.