નખત્રાણા કોલેજના અનેક મુદ્દાઓ : વિદ્યાર્થીઓમાં નારાજગી

અપડાઉન, એડમીશન, હોલરસીટર વગેરે મુદ્દાઓના કારણે શિક્ષણ ઉપર થતી
માઠી અસર

નખત્રાણા : નખત્રાણા જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાની વિદ્યાર્થીઓએ હૈયા વરાળ ઠાલવી હતી. આ કોલેજમાં અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે પણ છેલ્લા ઘણા સમયથી સમસ્યા છેડો મુકતી નથી. કોલેજના વિદ્યાથીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમોને અહીં પારાવાર મુશ્કેલી સહન કરવી પડતી હોય છે પણ કહેવું કહેવું કોને ? જા ફરિયાદ કરીએ તો અમને અમારા ભવિષ્યનું વિચારવું પડે એમ છે પણ હાલ પરિક્ષાને બે ત્રણ દિવસ બાકી છે છતાં હોલ રસીદ મળેલ નથી. અખબારોમાં મોટી મોટી જાહેરાતો કરાય છે પણ દિવા તળે અંધારા જેવો તાલ છે. આમ એડમીશન, એસ.ટી. પાસ, હોલટીકીટ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જાવા મળી હતી. આ અંગે ટ્રસ્ટી લાલજીભાઈ રામાણીનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડયો ન હતો જેથી આ બાબતે ખરાઈ થઈ શકી ન હતી પણ ખરેખર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે મેનેજમેન્ટે ચોક્કસપણે વિચારવું જાઈએ અને વિદ્યાર્થીઓને સમસ્યાના ભરડામાંથી મુકત કરી ભાર મુકત શિક્ષણ અપાવવું જાઈએ. ટ્રસ્ટી મંડળે પણ વિચાર મંથન કરવો જાઈએ એવું વિદ્યાર્થીઓનું કથન છે.