નખત્રાણા કન્યા છાત્રાલયની મુલાકાત લેતાં રાજયમંત્રીશ્

નખત્રાણા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કન્યા છાત્રાલય ખાતે કોવિડ કેર સેન્ટર ઉભુ કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે જરૂરી સુવિધાઓ તેમજ વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવા માટે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમની સાથે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., ડી. ડી. ઓ.શ્રી ભવ્ય વર્મા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશભાઇ પટેલ, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, સી.ડી.એચ.ઓ.ડૉ.માઢક, તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.