નખત્રાણા ઓનલાઈન ઠગાઈ પ્રકરણમાં  આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ

ભુજ : ફિ્‌લપકાર્ડ કંપની સાથે ઠગાઈ કરવાના કેસમાં પશ્ચિમ કચ્છ એસઓજીએ બે લોકોની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ પાસે પોલીસે ૧ લાખ ૨૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા હિતાર્થ પ્રકાશભાઈ રાજગોર અને માનસંઘજી જાડેજા નામના યુવાનો અલગ અલગ આઈડી બનાવીને ફિપકાર્ડમાંથી વિવિધ પ્રોડકટ મંગવતા હતા. અને ત્યાર બાદ કુરિયામાં આવેલા પાર્સલ માં ડિફેક્ટિવ વસ્તુ આવી હોવાનું જણાવતા હતા. અને ઓરિઝનલ વસ્તુઓ કાઢીને નકલી વસ્તુઓ
પેક કરી કંપનીમાં મોકલવતા હતા. છેલ્લા ત્રણેક માસથી આ બંને આરોપીઓ આ રીતે ઓનલાઇન કૌભાંડ કરી રહ્યાં હતા. એસઓજીએ બંને આરોપીઓની ઓળખ કરી લીધી હતી અને બન્ને  આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે બંને
આરોપીઓ પાસેથી સેમસંગ અને  ઓપો કંપનીના ૧૧ મોબાઈલ ફોન તેમજ બ્રાન્ડેડ કપડાં, બુટ જીન્સ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. આ બંને  આરોપીઓએ કંપની સાથે અંદાજીત ૧૫ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી.પોલીસ દ્વારા આજે બંને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પ્રકરણમાં નખત્રાણા અન્ય લોકોના નામ ખુલ્લે તેવી પણ શકયતાઓ વર્તાઈ રહી છે.