નખત્રાણા એસટી ડેપોનો કન્ડકટર ૧૪ બોટલ શરાબ સાથે ઝડપાયો

નખત્રાણા : શહેરના એસટી ડેપોમાં ફરજ બજાવતા કન્ડકટરને ૧૪ બોટલ શરાબ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે ૬ વાગ્યે નખત્રાણા એસટી ડેપોમાં કન્ડકટર તરીકે ફરજ બજાવતા રાજન કરૂણાશંકર જોષી (ઉ.વ.પ૦) પોતાના કબજાની એસટી બસમાં ઈગ્લીશ દારૂની બોટલો લાવી ડેપોમાં ઉપરના માળે સ્ટાફરૂમમાં રાખી વેચાવા કરતો હોવાની પીએસઆઈ એલ.પી. બોડાણાને મળેલ બાતમી આધારે એએસઆઈ રૂદ્રસિંહ જાડેજાએ છાપો મારી ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૧૪ કિં.રૂા.૪ર૦૦ના જથ્થા સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. આરોપી કન્ડકટર કેટલા સમયથી દારૂનો વેપલો કરતો હતો. કયાંથી જથ્થો લાવતો હતો તે જાણવા આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ બાબુલાલ શુકલએ જણાવ્યું હતું.