નખત્રાણામાં હડતાલ ઉપર જનાર ૧૦૮ના ર૮ કર્મચારીઓ સામે ફોજદારી

નખત્રાણા : વિવિધ માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતરી ગયેલા ૧૦૮ના ર૮ કર્મચારીઓ સામે નખત્રાણા પોલીસ મથકે ફોજદારી નોંધવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જૈમીનભાઈ હરેશભાઈ પટેલ (ઉ.વ.ર૮) (રહે. મુળ કડીયાધ તા.ઈડર હાલે માધાપર તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે જિલ્લાની નિઃશુલ્ક તબીબી સહાય માટે રાખેલ કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સ પોતાની પાસે રાખી એમ્બ્યુલન્સ દ્વારા અપાતી તબીબી સહાય બંધ કરી અને સીયુજી મોબાઈલ સ્વીચ ઓફ કરી ગેરશિસ્તને ઉશ્કેરણી અને હડતાળ ઉપર ઉતરી ગયેલા જેઠુભા માધુભા જાડેજા, દિનેશ અરજણભાઈ દાફડા, ઘનશ્યામભાઈ બટુકભાઈ મકવાણા, કિશોર દિલીપભાઈ વ્યાસ, રાકેશ એમચંદભાઈ પરમાર, નિકુલ પ્રજાપતિ, ડાયાભાઈ રાયાભાઈ રબારી, છમુજી ભવજી પરમાર, સુરેશભાઈ ઉગાભાઈ રાઠોડ, આશિષભાઈ બાબુભાઈ નાયક, ગંગારામ શંકરભાઈ ગરોડા, કરીટભાઈ ચંચલગીરી ગોરવાણી, રવિભાઈ ભીખાભાઈ, જબરદાન ગઢવી, વિજયભાઈ, ભરતસિંહ કાનજી પઢીયાર, વિજયભાઈ ઉકાભામઈ કામલીયા, પ્રાગજીભાઈ કાકુભાઈ, ચંદ્રસિંહ રાજુભા જાડેજા, ભોમસિંહ ગેહલોત, મહેશભાઈ પીઠાભાઈ બારૈયા, વિપુલભાઈ ધનજીભાઈ પરમાર, પ્રતાપસિંહ જીવણજી સોઢા, દિલીપભાઈ ચીમનભાઈ હિરાણી, મહેન્દ્રસિંહ ભીમાજી, ગોપાલભાઈ ડાયાભાઈ કામલીયા, વિનયભાઈ, વીરાભાઈ, હિરેનભાઈ, કિશોરભાઈ સામે નખત્રાણા પોલીસે ધ ગુજરાત એફેન્સ સીએલ સર્વિસ મેન્ટેનન્સ એકટ (સીએસએમએ) ૧૯૭રની કલમ ૩,૪,પ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ પ્રવિણભાઈ પરમારે તપાસ હાથ ધરી હતી.