નખત્રાણામાં પોલીસ કર્મચારીના બંધ મકાનમાં તસ્કરોના પરોણા

પારસનગરમાં પોલીસ કર્મચારી તથા ટ્રીપ એરીકેશનના કર્મચારીઓના મકાનોને બનાવ્યા નિશાન : ર૯ હજારની ચોરી

નખત્રાણા : શહેરના પારસનગરમાં પોલી કર્મચારી તથા ટ્રીપ એરીકેશનના કર્મચારીઓના બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ર૯,૦૦૦ની માલમતા ચોરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હરીગર જીવણગર ગુસાઈ (રહે. પારસનગર નખત્રાણા) ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ નખત્રાણા વિભાગમાં મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરીમાં સહાયક ફોજદાર તરીકે નોકરી કરે છે. ગત તા.રર-૧ર-૧૭થી ૩૧-૧ર-૧૭ દરમ્યાન તેઓ સહપરિવાર પોતાની સાસરીમાં ખંભાત ગયેલ દરમ્યાન કોઈ ચોરોએ તેઓના બંધ મકાનના તાળા તોડી ચાંદીના સાંકળા જોડ જ કિં.રૂા. ૪૦૦૦ તથા ૧ર હજાર રોકડા મળી ૧૬,૦૦૦ની ચોરી કરી ગયા હતા. જ્યારે બાજુમાં રહેતા વિજયભાઈ ડોડિયા જે ટ્રીપ એરીકેશનમાં ફરજ બજાવે છે તેમના મકાનના તાળા તોડી સોનાની વીટી તથા રોકડ એમ બન્ને મકાનોમાંથી ર૯,૦૦૦ની ચોરી કરી જતા પીએસઆઈ એસ.પી. બોડાણાએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. પોલીસ કર્મચારીના મકાનમાં ચોરી ન થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.