નખત્રાણામાં કચેરી ટનાટન-ગાંધીધામમાં રજીસ્ટ્રાર કચેરી સુવિધાના નામે મીંડુ…!

  • છે.ને.નબળી નેતાગીરીની બલિહારી…! ધારાસભ્ય અને ધારાસભ્ય વચ્ચેનો ફર્ક પાધરો..!

છેવાડાના નખત્રાણામાં આધુનિક કક્ષાની સુવિધાયુકત કચેરી ઉપલબ્ધ, જયારે ગાંધીધામમાં પાણી-શૌચાલયની પણ વ્યવસ્થાઓનો અભાવ : નખત્રાણાને મજબુત પ્રજાભુમિખ ધારાસભ્ય મળ્યા હોવાથી લોકસેવાના થઈ રહ્યા છે ઉપયોગી કામો, ગાંધીધામના ધારાસભ્યો તો કયા ખયાલોમાં ખોવાયેલા છે તે જ લોકોને સમજાતુ નથી..? પ્રજા પીડાય-હેરાન-પરેશાન થાય તેવા પ્રશ્નોના ઉકેલ માટે તો દેખાતા જ નથી હરકતમાં : રજીસ્ટ્રાર કચેરીની સમ ખાવા પુરતી એકાદ મુલાકાત લીધી હેાવાનો પણ નથી દાખલો : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પણ કેમ આ બાબતે ધારાસભ્યને આળસ ખંખેરવા નથી ઉઠાવતું અવાજ? : જાણકારોનો સવાલ

નગરસેવકો સુધરાઈની ચિંતા માટે હોય જ છે શું તેઓ કામ નથી કરતા કે ગટર, પાણી, સફાઈની ચિંતા પણ ધારાસભ્યશ્રીએ કરવી પડે ? : ગાંધીધામના ધારાસભ્ય જેટલા નગરપાલિકામાં રસ લે છે, તેટલો રસ સંકુલના અન્ય સાંપ્રત પ્રશ્નો માટે દાખવ્યો હોત તો રાજવી ફાટકના ઓવરબ્રીજ કે પછી ટાગોર રોડ પરના ઓવરબ્રીજ આજે સાક્ષાત બની ગયેલો જોવાતો હોત..પરંતુ આવા સારા વિચારો તેમને કેમ આવતા જ નથી..? તેમની આગળપાછળ ફરનારાઓ પણ આવા સારા સુચનો કેમ નથી કરતા? : પ્રબુદ્ધવર્ગનો પ્રશ્ન

ગાંધીધામ : સબળ નેતૃત્વ હોય તો તેનો લાભ અંતિમ તબક્કા સુધી તે અનુસાર પહોંચે અને નબળા સુકાની હોય તો તેનો ગેરલાભ પણ લોકોને કેવો કેવો ભોગવવાનો વારો આવતો હોય છે તેનો વધુ એક કીસ્સો ગાંધીધામ સંકુલમાં હાલમાં હોટટોપીક બની જવા પામી ગયો છે. ગાંધીધામની જમીનના ભાવ દીલ્હી-ચેન્નઈની બરાબર છે તે સૌ કોઈ જાણે છે અને તેવા સમયે જમીન સલગ્ન કાર્યવાહી માટે રજીસ્ટ્રાર કચેરીની મહત્વતા ખુબ જ વધી જતી હોય છે ત્યારે ગાંધીધામમાં હાલના સમયે આ કચેરી તદન ખખડધજ અવસ્થામાં જ રહેલી છે જયારે છેવાડાના નખત્રાણા તાલુકામાં આ કચેરી ટનાટન સુવિધાઓ સાથે ધમધમી રહી છે. આવુ કેમ? શુ નબળી નેતાગીરીનો ભોગ ગાંધીધામની પ્રજા બની રહી છે. નખત્રાણાને મળેલા ધારાસભ્ય પ્રજાની ચિંતા સેવી રહ્યા છે અને ગાંધીધામના ધારાસભ્યને આવા પ્રશ્નોની જરા સહેજ પણ ફિક્ર નથી કે શુ? આવા સવાલો સાથે ધારાસભ્ય-ધારાસભ્ય વચ્ચેનો ફર્ક પણ પાધરો પડી રહ્યો હોવાની ચર્ચા સંકુલના પ્રબુદ્ધવર્ગ કરી રહ્યો છે.આ બાબતે સંકુલના પ્રબુદ્ધવર્ગમાં થતા ગણગણાટ સાથેના સવાલો પર વાત કરીએ તો નખત્રાણા જેવા અંતરીયાળ અને છેવાડાના તાલુકામા રજીસ્ટ્રાર કચેરી આધુનિક અને સાધન-સંપન્ન સુવિધાયુકત બની શકતી હોય તો ગાંધીધામ જેવા નરેન્દ્ર મોદીના સ્માર્ટસીટીમાં રજીસ્ટ્રાર કચેરી કેમ ખખડધજ અવસ્થામાં છે? શું આ કચેરી સલગ્ન લોકો અને આવક બન્ને નખત્રાણામાં વધારે થાય છે? એટલે ત્યા આધુનિક કચેરીની સેવા સુલભ બની છે? કે પછી ત્યાના ધારાસભ્ય પ્રજાની પીડાઓ, સમસ્યાઓ, સુખ-સગવડોને લઈને વધારે જાગૃત છે, મજબુત રજુઆતો કરી દેખાડે છે અને ટુંકમા કહીએ તોપ્રજલક્ષી નીતી ધરાવતા મજબુત ધારાસભ્ય નખત્રાણાને મળેલા હોવાથી આ સવલતો મળી રહી છે? આવા સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે, નખત્રાણાની રજીસ્ટ્રાર કચેરી અને ગાંધીધામની આ કચેરીને સરખાવો તો ગાંધીધામની કચેરી સેવા-સગવડના નામે મીંડુ જ કહી શકાય તેવી અવસ્થામાં છે? રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ સલગ્ન કામગીરી માટે મોટા ભાગે વરિષ્ઠ લોકોને જ જવાનુ થતુ હોય છે. તેઓ માટે બેસવા-પાણી અને શૌચાલય જેવી કોઈ જ પ્રાથમિક વ્યવસ્થાઓ આ કચેરીમાં ઉપલબ્ધ નથી. ગાંધીધામ જમીન સંદર્ભે દેશના મોખરાના શહેરોમાં આવતુ મથક છે. અહીથી સરકારને તગડી આવક થવા પામી રહી છે તેમા કેાઈ મીનમેખ નથી તેમ છતા પણ રજીસટ્રાર જેવી કચેરીમાં પણ અસુવિધાઓની ભરમાર સર્જાયેલી જોવાઈ રહી છે. નખત્રાણામાં જયારે આવી કચેરીઓ સારી સુવિધાઓ સાથે ધમધમી શકે તો ગાંધીધામમાં કેમ નહી? લોકો કહે છે કે, નખત્રાણાને મજબુત પ્રજાલક્ષી ધારાસભ્ય મળ્યા છે અને પ્રજાને જયા હાલાકી પડે તેના ઉકેલની તેઓ ચિંતા સેવી રહ્યા છે અને ધડાધડ તેના ઉપાયો શોધી, રજુઆતો કરી અને સુવિધાઓ વધારી રહ્યા છે ત્યારે ગાધીધામના ધારાસભ્યશ્રીને આવુ કેમ કઈ સુજતુ નથી? પ્રજાકીય પરેશાની, પીડાની તેમને કેમ કોઈ ગતાગમ જ નથી? ગાંધીધામના ધારાસભ્યશ્રી તો કયા ખ્યાલમાં ખોવાયેલા છે તે જ લોકોને સમજાતુ નથી?એકતરફ સરકારી સેવાઓ-સુવિધાઓની વાત છે તો બીજીતરફ કોરોનાની ત્રીજીલહેરની આફત તોળાતી હોવાની આગાહીઓ કરવામા આવી રહી છે તેમ છતા પણ ગાંધીધામના ધારાસભ્ય આ ત્રીજી લહેરને પહોચી વળવા માટે કેાઈ જ પ્રકારની તૈયારીઓ કરતા દેખાતા ન હોવાનુ લોકોમાં ચર્ચાય છે. પહેલી અને બીજીલહેરમાં શુ ખુટયુ, કેવી અધુરાશો દેખાઈ, શુ ચુક થઈ, આ તમામ મામલે ચર્ચા કરી અને ત્રીજીલહેર ઓવ તે પહેલા જ તેની પૂર્તીઓ કરી લેવા માટે કયાંય ધારાસભ્ય ચિંતા સેવતા હોય તેવુ બહાર આવ્યુ નથી. કલેકટરશ્રીનો કાફલો હાલમાં રામબાગ હોસ્પિટલની મુલાકાત લઈ ગયો પણ તેઓએ ધારાસભ્યશ્રીને યાદ ન કર્યા, સાથે ન રાખ્યા..તે પણ ઘણું સુચવી જાય છે.લીલાશા કુટીયાએ બીજી લહેરમાં સારી સેવાઓ કરી છે પણ એ તો અંજારના કવોટામાં આવે છે, હા, તેમા સેવા જેમણે કરી તે એનજીઓ ગાંધીધામની હતી બાકી ગાંધીધામ વિસ્તાર માટે કોરોનાને લઈને ધારાસભ્યશ્રીએ ત્રીજીલહેરને ધ્યાનમાં રાખીને હજુ સુધી શુ આદરી છે તૈયારીઓ? આવા અનેક સવાલો ઉભા પ્રબુદ્ધવર્ગમા ઉભા થવા પામી રહ્યા છે.