નખત્રાણામાં કચેરીઓ બહાર ઉમટતી ભીડથી કોરોનાને આમંત્રણ

પોલીસ તેમજ વહિવટીતંત્ર દ્વારા સરકારી કચેરીઓ બહાર જ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરાવીને ભીડ પર અંકુશ મેળવાય તેવી લોક માંગ

નખત્રાણા : હાલ સરકાર દ્વારા શહેરોમાં તો લોકડાઉન લગાવવામાં આવ્યું છે તેની સાથે કચ્છમાં કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યાર વેપારીઓને દુકાનો સહિત રોજગાર ધંધા બંધ કરાવ્યા છે. અને સ્વૈચ્છિક બંધ પણ રાખવામાં આવી રહ્યા છે. તેની સરકારી કચેરીઓની બહાર જે ભીડ થાય તે કોરોનાને આમંત્રણ આપવા સમાન હોવાનું લોકો જણાવી રહ્યા છે. નખત્રાણાની બજારના વ્યાપરીઓ ઉપર ત્રાટકવાના બદલે નખત્રાણા ની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન પાસે દરોજ બહાર ગામથી આવતા લોકો માત્ર દાઢી ઉપર માસ્ક લટકાવી ફરે છે તો જવાબદાર તંત્ર આવા બેદરકાર લોકોની સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરાવીને ભીડ પર અંકુશ મેળવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. સરકારી કચેરીઓના કોઈ જ કામ ન હોય છતાં બિનજરૂરી આંટા મારતા લોકો ઉપર રોક લગાવો આવા તત્વો થકીજ સરકારી કચેરીઓમા સંક્રમણ ફેલાય છે અધિકારીઓ આવી કચેરીઓની મુલાકાત લે અને લાપરવાહોને દંડ કરે એવી લોક માગ ઉઠવા પામી છે.