નખત્રાણામાં અષાઢી બીજે કતીરા એન્ડ કોઠારી ઈમેજીંગ સેન્ટરનો કરાશે શુભારંભ

સરહદી નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાના દર્દીઓને સોનોગ્રાફી સહિતની સુવિધાઓ માટે ભુજ સુધીના ધક્કા માંથી મળશે મૂક્તિ : નિષ્ણાંત તબીબો દ્વારા નખત્રાણામાં ફુલ ટાઈમ અપાશે સેવા

નખાત્રાણા : ભુજમાં છેલ્લા ત્રણ વર્ષથી સોનોગ્રાફી અને એકસરેમાં નામના ધરાવતું કતીરા ઈમેજીંગ સેન્ટર હવે નખત્રાણા ખાતે શુભારંભ કરાશે. ૧રમી જુલાઈના સોમવારે અષાઢીબીજના શુભ દિવસે કતીરા એન્ડ કોઠારી ઈમેજીંગ સેન્ટરનો પ્રારંભ કરાશે. નખત્રાણાના કોલેજ રોડ પર ઓસીપી વિવાન આર્કેડની શોપ નંબર ૪માં ઈમેજીંગ સેન્ટરનો શુભારંભ કરાશે. નખત્રાણામાં સેવા શરૂ થવાથી પશ્ચિમી કચ્છના છેવાડાના નખત્રાણા, અબડાસા અને લખપતના સરહદીય વિસ્તારના દર્દીઓને એકસરે અને સોનોગ્રાફીની ફુલ ટાઈમ સુવિધા મળી રહેશે. અગાઉ છેવાડાના દર્દીઓને સોનોગ્રાફી માટે ભુજ સુધી ધક્કા ખાવા પડતા હતા. ત્યારે કતીરા ઈમેજીંગ સેન્ટરના કન્સલ્ટન્ટ રેડીયોલોજીસ્ટ ડો. લવ કતીરાએ જણાવ્યું હતું કે, અમારી ટીમના નિષ્ણાંત તબીબો સાથે અમે નખત્રાણા ખાતે સોનોગ્રાફી સેન્ટરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. અમારા દ્વારા દર્દીઓને ફુલ ટાઈમ સોનોગ્રાફી, એકસરે સહિતની સેવા અપવામાં આવશે. સેન્ટર ખાતે કન્સલ્ટન્ટ રેડીયોલોજીસ્ટ ડોકટર જીગ્નેશ ભુડિયા સવારે ૧૦થી સાંજે વાગ્યા સુધી સેવા આપશે. નખત્રાણા, અબડાસા કે લખપતના દર્દીઓને એકસરે કે સોનોગ્રાફી કરાવવી હોય તો તેમને ભુજ આવવું પડતું હતું. પરંતુ હવે કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી નખત્રાણામાં ઈમેજીંગ સેન્ટરનો પ્રારંભ થવાથી દર્દીઓને ભુજ સુધી ધક્કો ખાવો નહી પડે. તો કન્સલ્ટન્ટ રેડીયોલોજીસ્ટ ડો. વિરલ કોઠારીએ જણાવ્યું હતું કે, ભુજ ખાતેના કતીરા ઈમેજીંગ સેન્ટરમાં ડો. લવ કતીરા અને ડો. જીગ્નેશ ભુડિયા તેમજ તેઓ સેવા આપે છે. ત્યારે નખત્રાણા ખાતે સોનોગ્રાફી અને એકસરે સેન્ટર શરૂ કરવાની દર્દીઓ દ્વારા માંગ હતી. જેથી તેઓને સ્થાનિકે સારવાર મળી રહે. દર્દીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને કતિરા એન્ડ કોઠારી ઈમેજીંગ સેન્ટરનો પ્રારંભ નખત્રાણામાં કરવામાં આવશે. જેમાં ઈમરજન્સી સોનોગ્રાફી, એકસરે જેવી આધુનિક સુવિધાઓ પણ  ઉપલબ્ધ થશે.