નખત્રાણાની ધુડમ ટેકરી પાસે પ્રવેશદ્વારમાં ડમ્પર ટકરાયો : જાનહાનિ ટળી

બ્રેક ફેલ થતા સર્જાયેલા અકસ્માતમાં પ્રવેશદ્વાર તૂટ્યું

નખત્રાણા : ધુડમ ટેકરી પાસે આવેલા મોમાય માતાજી (દશામા)ના મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર દાતા પરિવાર જાડેજા મહિપતસિંહ કેશરીસિંહ દ્વારા બનાવી અપાયો હતો, જેમાં ડમ્પર ભટકાતા ધરાશાયી થયું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ડમ્પરના એકાએક બ્રેક ફેલ થતાં તે પ્રવેશદ્વાર સાથે અથડાયું હતું. સદ્દભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ પ્રવેશદ્વાર તૂટી પડ્યું હતુું. ઘટનાને પગલે મોમાય માતા મંદિરના ટ્રસ્ટીઓ દોડી ગયા હતા.