નખત્રાણાની ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ લીધું

હાજીપીર વલીનો ઉર્ષ, માતાનામઢ ચૈત્રી નવરાત્રી પહેલા વહીવટીતંત્ર તાકીદે ટ્રાફિક સમસ્યા ઉકેલ તેવી લોકમાંગ : પોલીસ પણ કાયદાનો પરચો બતાવે તેવી રાહદારીઓની અપેક્ષા

 

નખત્રાણા : બારડોલી ગણાતા આ નગરની ટ્રાફિક વ્યવથા ભાગીને ભૂકો થઈ ગઈ છે. તેવો તાલ નગરના સદ્દભાગ્યએ એસ.પી. અને પ્રાંત અધિકારી એએસઆઈ કક્ષાના મળ્યા છે. છતાં પણ આ નગરનું કોઈ ધણી ધોરીના હોય તેમ આડેધડ વાહન પાર્કિંગ, શાક બકલાવાળા કાછિયા ધરાર રસ્તા રોકીને ધંધો કરતા રહે છે. તો જવાબદાર દુકાનદારો પણ પોતાની દુકાનની આગળ ફરિયાની રેકડીને ઉભી રાખી રોકડી કરતા હોય છે તેવા આક્ષેપો ઉઠ્યા છે.
ગ્રામ પંચાયતની સામે સિધેશ્વર મંદિર, કુમાર શાળા તથા વિરાણી રોડ, આનંદનગર ગેટ પાસે, વથાણ ચોક, મેઈન બજારમાં ઉભો થશે. બસ સ્ટેશનથી ગંગા ચોક, બરોડા બેંક સુધીનો વિસ્તાર ગેરકાયદેઈસર દબાણ કરવાવાળા તત્ત્વો માટે મોકડુ મેદાન બની ગયા છે. એવી જ હાલત બસ સ્ટેશન ગેટ પાસેની છે.
દુકાનદારો પોતાનો માલ સમાન દુકાનથી વધુ તો રસ્તા ઉપર ગોઠવીને રાખે છે. જાહેર રસ્તા પર માલ ટીંગાળીને તંત્રને રીતસરનો પડકાર ફેંકયો છે. રાહદારીઓ શું કે વાહન ચાલ કેમ શું ? ફરિયાદ અપ શબ્દો સાથે કરે છે. ગેરકાયદેસર કેબીન રાખી માસીક ૧૦થી ૧ર હજારની લેડી આવક મેળવે છે. પોલીસ તંત્રને સ્થાનિક ગ્રામ પંચાયત એકબીજાને ખો આપે છે. પણ એમાં નાગરિકોનો ખો નિકળી જાય છે. શાકભાજીવાળા કાછિયા એમ કહે છ ે કે, રખડતા જાનવરો અને ટ્રાફિક સમસ્યા છે જ નહીં, પરંતુ વાસ્તવિક સ્થિતિ એટલે હદે ખરાબ છે કે, રસ્તા ઉપરથી ચીજવસ્તુ ખરીદ કરવા કે, શાકભાજી લેવા, દેવ દર્શન કરવા પસાર થવું એટલે જીવતું જોખમ બની રહે છે.
વેપારીઓ પોતાનો માલ ધરાર રસ્તા પર ખડકી છે. નાગરિકો એવા સવાલ કરે છે કે, ગ્રા. પં. કે પોલીસ તંત્ર કોની લાજનો ઘુંઘટો તાણે છે ? વયસ્ક નાગરિકો ગભરાતા – ગભરાતા રસ્તાથી પસાર થાય છે. તો કુમાર શાળામાં ભણતા છાત્રોને રાડા- રાડથી અભ્યાસ ખલેલ પહાચી છે.
અલબત ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી છે પણ અત્યારે તેણે વિકરાળ સ્વરૂપ લીધું છે. ગ્રા.પં. પોલીસ માર્ગ અને મકાન વિભાગ તથા મહેસુલી તંત્ર સાથે મળીને શીરદર્દ સમાન મુશ્કેલીનો ઉકેલ લાવે એવું નાગરિકો ઈચ્છી રહ્યા છે. સાથે નાગરિકો એવું સુચન કરે છે કે, આગામી ટૂંક સમયમાં હાજીપીર વલીનો ઉર્ષ શરૂ થશે. પદયાત્રીઓ તથા વાહનો મોટા પ્રમાણમાં આવશે તે પૂર્વે પ્રાંત અધિકારી તથા એસ.પી. નગરમાં દરરોજ એક ચકકર મેઈન બજાર અને વથાણ ચોક, વિરાણી રસ્તે લગાવે તો મોટાપાયે સમસ્યા હલ થઈ શકે તેમ છે. સંકલનની કાયદો- વ્યવસ્થામાં પણ ધારાસભ્ય, સંસદ અને રાજકીય આગેવાનો આ બાબતે અવાજ ઉઠાવે નાગરિકોની સમસ્યામાં રસ લઈ ઉકેલની દિશામાં પ્રયત્ન કરવા જોઈએ ટૂવ્હીલરોનું આડેધડ પાર્કિંગ તથા શાકભાજી વાળાઓની મનમાની અને દુકાનદારોના માલનો રસ્તા ઉપરનો પથારો રખડતા ઢોરોની સમસ્યા બજાર વચ્ચે બાંધકામ થતા આવસો વચ્ચે ધૂમ રેતી, કચરો અને ભારે વાહનોની અવર જવર સહિતની સમસ્યાઓ તાકીદે વાહનોની અવર જવર સહિતની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવો જ રહ્યો હેવી નાગરિકોની માંગ છે કે જવો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.